તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામુ:બજાર સમિતિના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારી સંઘના પ્રમુખે રાજીનામુ આપ્યું

મહુવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 જેટલી બજાર સમિતિના કર્મચારીઓનો છ માસથી પગાર બંધ,આવી અનેક સમસ્યા

સરકાર દ્વારા બજાર સમિતિના કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતા પોતાની અંગત જવાબદારી સમજી ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગરના પ્રમુખ પદેથી અજીતસિંહ અટોદરિયાએ રાજીનામું આપ્યુ છે.કૃષિ કાયદાના કારણે 35 જેટલી બજાર સમિતિના કર્મચારીઓને છેલ્લા 6 માસથી પગાર બંધ થઇ ગયેલ છે. વગર પગારે સેવા આપી રહ્યાં છે. આથી સરકાર બજાર સમિતિના કર્મચારીઓની નોકરી અને પગાર સુરક્ષિત કરવા યોગ્ય પગલા ભરે તે માટે સરકારમાં રજુઆત કર્યાને 10 માસ જેટલો સમય થયો હોવા છતા હજુ સુધી કોઇ સંતોષકારક જવાબ સરકાર તરફથી આપવામાં આવેલ નથી.

બજાર સમિતિના કર્મચારીઓને કોરોના વોરીયર્સ તરીકે સમાવેશ કરવાની રજુઆત કરેલ હતી. સહકાર વિભાગની મંજુરી મળી હોવા છતા છેલ્લા ત્રણ માસથી નાણા વિભાગમાં ફાઇલ પેન્ડીંગ રાખવામાં આવી છે. આથી અંગત જવાબદારી સમજી અજીતસિંહ અટોદરિયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપેલ હોવાનું મહુવા એ.પી.એમ.સી.ના સેક્રેટરી અને રાજય સંગઠન મંત્રી વિશાલભાઇ પાંચાણી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...