અપેક્ષા:મહુવાની જનતા ઝંખે છે જિલ્લાનો દરજ્જો

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવાની જનતાની વર્ષો જુની માંગણી માટે કોણ બિડુ ઝડપે છે તેની જ છે રાહમાં
  • મહુવાને જીલ્લાનો દરજ્જો મળે તે માટે ફરી શરૂ થયો સળવળાટ જરૂર છે પરિણાત્મક રજૂઆતની

મહુવા શહેર ભાવનગર જીલ્લાનું ભાવનગર શહેર પછીનું સૌથી મોટુ ઔદ્યોગિક શહેર છે. મહુવા છેલ્લા કેટલાક સમયથી જીલ્લાનો દરજ્જો ઝંખી રહ્યું છે. મહુવાના સર્વાંગી વિકાસ માટે મહુવાને જીલ્લાનો દરજજો મળે તે માટે સર્વપક્ષીય, સર્વ સંસ્થાકિય, પરિણાત્મક રજૂઆતની જરૂરીયાત છે પરંતુ પરિણાત્મક રજૂઆતની આગેવાની કોણ લેશે? તેવો પ્રશ્ન આમ જનતામાં ઉભો થવા પામેલ છે. મહુવાની જનતાની વર્ષો જુની માંગણી માટે કોણ બિડુ ઝડપે છે તેની જ રાહ છે.

ભાવનગર જીલ્લામાં 10 તાલુકા હોય તેમાંથી મહુવા, તળાજા, મહુવાને અડીને આવેલા અમરેલી જીલ્લાના રાજુલા, સાવરકુંડલા વગેરે વિસ્તારને સુચિત મહુવા જીલ્લામાં જોડી શકાય તેમ છે. જેથી કરીને મહુવાનો સંર્વાગી વિકાસ થાય અને અમરેલી, ભાવનગર જીલ્લા પ્રશાસન વિસ્તાર ઘટતા વ્યવસ્થિત રીતે જે તે જીલ્લાનો વિકાસ સાધવા યોગ્ય રીતે જીલ્લાનું વહિવટી તંત્રશાસન કરી શકે.

મહુવા ડુંગળીનું હબ છે. મહુવામાં દેશના સૌથી વધુ ઓનિયન ડીહાઇડ્રેશન પ્લાન, સિમેન્ટ, કોર્ટન જીનીંગ, હોઝ પાઇપ, પોલ્ટ્રીફાર્મ, પીનર, બટર, કોર્ટન પ્લાસ્ટીક રોપ્સ, ફિસરીંગ નેટ ઉદ્યોગો વિકાસ પામેલા છે. આથી મહુવા, રાજુલા,ડુંગર, સાવરકુંડલા, તળાજા, દાઠા, બગદાણા વગેરે વિસ્તારને મહુવામાં જોડી મહુવાને જીલ્લાનો દરજ્જો આપવા સાવત્રિક માંગ ઉભી થવા પામી છે.

જો કે જીલ્લાના દરજ્જા માટે અસરકારક, પરિણાત્મક રજુઆત અને રાજકિય ઇચ્છા શકિત મહત્વનું પરિબળ છે. વિકાસમાં હરફાળ લાવવા અને મહુવાનો સંર્વાગી વિકાસ સાધવા મહુવાને જીલ્લાનો દરજ્જો અપાવવા અને તેવા ગામડાઓ જીલ્લામાં ઉમેરવા માટે સર્વપક્ષીય પરિણાત્મક રજુઆતની જરૂર છે.

જિલ્લા માટે સંપૂર્ણ સજજ છે શહેર અને તાલુકો
સૌરાષ્ટ્રની સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના, સ્ટ્રોમ વોટર ડે્નેજ, સ્લમ કલીરીંગ યોજના, જી.આઇ.ડી.સી., પરશીવલપરા, નૂતનનગર યોજના,1,2 અને 3, જનતા પ્લોટ યોજના 1 અને 2 થી મહુવા શહેરનું નગર આયોજન થયેલ છે. મહુવામાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વિજળી અને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ, તબીબી સેવાઓ ઉપરાંત મહુવા ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ન્યાય મેળવવા માટે અદાલતની ઉત્તમ સુવિદ્યાઓ કાર્યરત છે.

મહુવામાં વિભાગીય પોલીસ અધિકારી, પ્રાંત કચેરી, આસિ. ડિસ્ટ્રીકટ કોર્ટ, જુનીયર-સિનિયર અને પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટ, સાંધ્ય કોર્ટ આવેલી છે. મહુવામાં કૃષિ યુનિવર્સિટી સંચાલિત બાગાયત પ્લાન્ટેશન અને સરકારી પ્લાન્ટેશન આવેલા છે. મહુવા ખાતે ઔદ્યોગિક વસાહત સાથે હિરા ઉદ્યોગ પણ ભારે વિકાસ પામેલો છે.

અન્ય સમાચારો પણ છે...