તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહુવામાં મરણના દાખલા કાઢવાની સંખ્યામાં અઢી ગણો વધારો થયો

મહુવા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મોતના તંત્રના આંકડા અને વાસ્તવિકતામાં ફરક
 • સામાન્ય દિવસોમાં માંડ 70 જેટલા દાખલા સામે એપ્રિલ માસમાં જ 200 થી વધુ દાખલા નિકળ્યાં

હાલ કોરોનાની મહામારીમાં ગંભીર કેસોના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતા મહુવા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી કચેરીમાં મરણ સર્ટીફીકેટ લેવા લોકો ઉમટી પડયા છે. મહુવા નગરપાલિકામાં એવરેજ 70 થી 80 ડેથ સર્ટીફીકેટની સામે માત્ર એપ્રિલ માસમાં જ 201 મરણના દાખલા આપવામાં આવ્યા છે.આમ તંત્ર દ્વારા જાહેર કરતા અને વાસ્તવમાં થતા મોતનાં આંકડા સામે બહુ મોટો ફરક જોવા મળે છે. સામાન્ય દિવસોમાં મહિનામાં 70 થી 80 સરાસરી મરણના દાખલાઓ નિકળે છે.

હાલ કોરોનાની મહામારીમાં ગંભીર કેસોના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતા મહુવા નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી કચેરીમાં મરણ સર્ટીફીકેટ લેવા લોકો ઉમટી પડયા છે. સામાન્ય દિવસોમાં એક મહીનામાં 70 થી 80 મરણ નોંધાતા હોય છે પરંતુ કોરોના બિમારીના લીધે મૃત્યુમાં વધારો થતા એપ્રિલ માસમાં નગરપાલિકાની કચેરીમાં મરણ સર્ટીફીકેટ કાઢવાનો આંકડો 201 ઉપર પહોચ્યો છે. જે આંકડો અઢી ગણો છે. એક તરફ આરોગ્ય વિભાગના સત્તાધીશો કોવિડ અને નોન કોવિડની વ્યાખ્યા આપવાની સાથે રોજીંદા કોવિડથી થતા મરણનો આંકડો સાવ ઓછો દેખાડવામાં આવે છે.

જયારે વાસ્તવિકતા કઇંક અલગ છે. બીજી તરફ મહુવા સ્મશાન ગૃહમાં પણ દૈનિક અંતિમ સંસ્કારની સંખ્યા પણ વધી છે. આમ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા મોતના આંકડા અને મરણના દાખલાની નોંધણી વચ્ચે ખાઇ મોટી છે એટલે સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી જાય છે કે મોતના આંક છુપાવવામાં આવી રહયાં છે.

ઢસા પંથકમાં સેવાભાવી સંસ્થાઓ દર્દીઓની વહારે
​​​​​​​ગઢડા | કોરોના મહામારીને ધ્યાને લઇ કાળુભાઈ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને કટારીયા પરીવાર દ્વારા હાલમાં કોરોના મહામારીમાં જે દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે તે લોકોને ઓક્સીજનના બાટલાના અભાવે હાલાકી રઝળપાટ ના કરવી પડે તેથી તમામ દર્દીઓને ઓક્સીજન બોટલો ફ્રીમાં પુરી પાડવામાં આવી રહી છે. જે માટે વલ્લભભાઈ કટારીયા, સવજીભાઈ કટારીયા, હીંમતભાઈ કટારીયા, રમેશભાઈ કટારીયા તથા કટારીયા પરીવાર દ્રારા કોરોના દર્દીઓ ઓક્સીજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સેવાનો લાભ દર્દીઓને ઘરે બેઠા જ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો