ખાડા પડ્યા:મહુવા નજીકના નેસવડ ચોકડી ખાડા માર્ગ બની ગયો

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર ઠેક ઠેકાણે 2 ફુટ જેટલા ઉડા ખાડા પડી ગયા

મહુવા નજીકના નેસવડ ચોકડી પાસે છેલ્લા ઘણા સમયથી રોડ પર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય રહી છે અને માર્ગ પર ઠેક ઠેકાણે ૨ ફુટ જેટલા ઉડા ખાડા પડી ગયા હોય જેથી આ માર્ગ ખાડા રાજ બની ગયો હોય તેવો રોષ વાહન ચાલકોમા ઉભો થયો છે. નાના મોટા વાહનો પણ ખાડામાં ફસાઇ રહ્યા છે.આ માર્ગ પર ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ અવારનવાર પસાર થતા હોય છે પણ તેમની નજર આ ખાડા ઉપર ક્યારેય નહી પડી હોય? મહુવા-સાવરકુંડલા રોડ પર આવેલા નેસવડ ગેટ અકસ્માત ઝોન બની રહ્યો છે.

ચોમાસાની ઋતુતો ચાલી ગઈ પણ તંત્રની રોડ-રસ્તા મામલે ઘોર બેદરકારો છતી થઇ રહી છે. મહુવા શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ નેસવડ ચોકડીના રોડ-રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મસમોટા ખાડાઓમાં વાહનોએ હાલક ડોલક કરતાં કરતા પસાર થવુ પડે છે. થ્રી વ્હીલ ટેમ્પાઓ હાલક ડોલક થતા પલ્ટી મારી જતા કેટલાય મુસાફરોને ઇજા થવાના બનાવો બનવા પામેલ છે.

બિસ્માર રસ્તાનો પ્રશ્ન આજકાલનો નહીં વર્ષો જુનો હોય તંત્ર દ્વારા રોડ ઉપર ગટરના પાણી આવતા રોકવા અને રોડને તાકીદે યાતાયાત માટે યોગ્ય કરવાની જરૂર છે.નેસવડ ચોકડી થી તાવેડાના પાટીયા સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં હોય રોડના નવીનીકરણની મુસાફરોમાં અને આ વિસ્તારના ડીહાઇડ્રેશન ઉદ્યોગકારોમાં માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...