તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સતત વિકસી રહેલા મહુવામાં વધુ એક GIDCની જરૂરીયાત

મહુવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ ફેઇઝ-2 માટે કાર્યવાહી શરૂ પણ કરાઇ હતી પણ
 • ઓનિયન ડીહાઇડ્રેશન માટે મહુવા અગ્રેસર

મહુવા ઔદ્યોગિક ક્ષેત્રે સતત વિકાસ પામી રહ્યો છે.મહુવામાં જી.આઇ.ડી.સી. ફેઇઝ-2ની જરૂરીયાત છે. ઓનિયન ડીહાઇડ્રેશન અને કોલ્ડ સ્ટોરેજ માટે ઔદ્યોગિક પ્લોટની માંગ ઉભી થવા પામી છે.મહુવામાં અંદાજે 7-8 વર્ષ પૂર્વે અથાગ પ્રયત્નો બાદ જી.આઇ.ડી.સી. ફેઇઝ-2ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નેસવડ પાસે નવો ઔદ્યોગિક વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો હતો. પ્લોટ પાડવાની તૈયારીઓ થઇ ચુકી હતી પરંતુ પીપાવાવ, અલંગ, રાજુલા માફક મહુવામાં પણ રાજકીય ચંચુપાતના કારણે જી.આઇ.ડી.સી. ફેઇઝ-2 ની કાર્યવાહી ઠપ્પ થઇ ગયેલ છે. જે કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવે તો મહુવાનો વિકાસમાં હરણફાળ આવે.

મહુવાની નજીક જી.આઇ.ડી.સી.ની સ્થાપના 1981માં કરવામાં આવી હતી. મહુવા ભાવનગર જીલ્લાનું અગ્રેસર શહેર છે. ઓનિયન ડીહાઇડ્રેશન વિકાસમાં મહુવા વિશ્વનું હબ બનેલ છે. મહુવા જી.આઇ.ડી.સી.ની સ્થાપના સમયે 84 ઔદ્યોગિક પ્લોટો હતા. આજે આ પ્લોટો પૈકી માત્ર 5 પ્લોટમાં ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે અને માત્ર બે પ્લોટ ખાલી છે.

મહુવાના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણમશીનથી ચાલતા નાના પાયાના ઉદ્યોગો છે જે ખીલા-ખીલી,ખેત ઔજારોનું ઉત્પાદન કરે છે તેમજ પુલી બનાવવાના 3 થી 4 ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમજ ફાયર ફાઇટર હોઝ પાઇપ બનાવવાની 5 થી 6 ફેક્ટરી આવેલી છે અને ડીહાઇડ્રેટ ઓનિયન કીબલને પાવડર બનાવવા કીબલ દળવાની 3 થી 4 ઘંટી આવેલી છે. ઉપરાંત બબલુ અને અન્ય નમકીન બનાવવાની 2 ફેક્ટરી કાર્યરત છે. મહુવા જી.આઇ.ડી.સી.માં અગાઉ રોડ અને ચોરીની સમસ્યાઓ હતી જે સમસ્યા દુર કરવા સિક્યુરીટી વધારી તેમજ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સતત દેખરેખનું આયોજન કરી ચોરીનું પ્રમાણ સદંતર દુર કરવામાં આવ્યુ અને આર.સી.સી. રોડ બનાવી રોડનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો.ઓવરહેડ વિદ્યુત કેબલના કારણે પાવર સાતત્યમાં વિક્ષેપ પડતો હતો આથી અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ દ્વારા જી.આઇ.ડી.સી.વિસ્તારમાંથી વીજપોલ હટાવી વીજ કેબલ અન્ડર ગ્રાઉન્ડ કરવાનુ અને સોલાર લાઇટીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સરકારી પડતર જમીન ઉપયોગમાં લઇ શકાય
મહુવા ઓનિયન અને અન્ય ખેતપેદાશના ડીહાઇડ્રેશન માલના નિકાસ માટે વિશ્વ વિખ્યાત છે. ડુંગળીનુ હબ મહુવા છે. સમગ્ર દેશના ડુંગળીના ઉત્પાદનમાં મહુવા પંથક અગ્રેસર છે અને ઓનિયન ડીહાઇડ્રેશનની નિકાસમાં દેશમાં પ્રથમ નંબર ધરાવે છે. હાલ ઓનિયન ડીહાઇડ્રેશન અને કોલ્ડ સ્ટોરેજ માટે નવા ઔદ્યોગિક ક્ષેત્રની જરૂર છે.આથી જી.આઇ.ડી.સી. ફેઇઝ-2 ની કાર્યવાહી પુન: જીવીત કરવામાં આવે અને મહુવાને બીજો જી.આઇ.ડી.સી. વિસ્તાર મળે તે માટે સંગઠીત પ્રયાસો કરવા માંગ ઉભી થવા પામી છે.આ માટે મહુવા બાયપાસ ઉપર વડલી વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન જી.આઇ.ડી.સી. ફેઇઝ-2 માટે મેળવી નાના પ્લોટ નાના ઉદ્યોગોને ફાળવવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો