તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોરનો ત્રાસ:મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા નગર પાલિકા અત્યારથી જ આયોજન કરે

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતદિન વધી રહ્યો છે.મુખ્યમાર્ગ ઉપર બેસેલા માલઢોરથી નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે તંત્ર સદંતર નિષ્કિયતા દાખવી રહી હોય આગામી દિવસોમાં લોકો રોડ ઉપરના રખડતા ઢોરને હાંકી નગર પાલિકાના કંપાઉન્ડમાં ભરી દે તો જ લોકોની સમસ્યાનો અધિકારીઓને સાચો ખ્યાલ આવશે.રખડતા ઢોરને પકડી ડબ્બે પુરવાની જવાબદારી સ્થાનિક સતાવાળાની હોય છે.રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી.નગરપાલિકા પાસે ઢોરને ડબ્બે પુરવા વાહનની વ્યવસ્થા હોવા છતા વાહનોને ગેરેજમાં મુકી રાખવામાં આવે છે.

મહુવામાં રખડતા ઢોર, ગાય, ખુટીયા, કુતરાનો ત્રાસ વધી રહ્યો છે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જાહેર રોડ ઉપર રાહદારીઓ અને વાહન ચાલકો આવા રખડતા ઢોરના શિકાર બન્યા છે. મોટા ભાગના રખડતા ઢોરના માલિક હોય છે. તેમ છતા આવા માલિકો દ્વારા ઢોરને છુટા મુકી દેવામાં આવે છે. સાંજે પરત લઇ જવામાં આવે છે. મહુવા નગર સેવા સદન દ્વારા આવા રખડતા ઢોર અને તેના માલિકો સામે કોઇ નક્કર અને કડક કાર્યવાહી ન થતા આ ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

આગામી દિવસોમાં શ્રાવણી તહેવારો અને આવતા નવલા દિવસોને કારણે બજારમાં ભીડ ઉભી થશે આથી નગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલવા સતત ઝુબેશ હાથ ધરવામાં તેવી માંગ ઉભી થવા પામેલ છે શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા આદેશો આપવામાં આવ્યા હોવા છતા ટાચા સાધનો અને ઢોર પકડવાના નિષ્ણાત માણસોના અભાવનું ગાણુ પાલિકા ગાઇ રહી છે.

રખડતા ઢોરો લોકોને અડફેટે લઇ ઇજા કરે છે નગર પાલિકા કઠોર કાર્યવાહી કરે
મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. હજુ બે દિવસ પહેલા જ એક ખુંટીયાએ એક બહેનને ઢીક મારી પછાડયા હતા.પાલિકાએ વહેલીતકે લોકોની સમસ્યા દુર કરવા કાર્યવાહી કરવી જોઇએ. > ઉદયભાઇ શેઠ, વેપારી, મહુવા

વહેલીતકે લોકોને ઢોરના ત્રાસમાંથી મુકત કરાશે
​​​​​​​મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા ટુંક સમયમાં ટીમ બનાવી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.લોકોની આ ગંભીર સમસ્યા અંગે બને તેટલા ઝડપી પગલા ભરવામાં આવશે.> સંજયભાઇ પટેલ, ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...