વાતાવરણમાં ભળ્યો ભક્તિનો માહોલ:આગામી દશામાઁ વ્રતને લઈને મહુવાના બજારો ધમધમ્યા, ઠેર-ઠેર માતાજીની મૂર્તિનું ધૂમ વેચાણ

મહુવા (ભાવનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી મૂર્તિ વેચવાવાળાએ મહુવા આવીને આજીવિકા રળવા શહેરમાં ધામા નાખ્યા

શ્રાવણ શરૂ થતાં પહેલાં જ મહુવાની વાતાવરણમાં ભક્તિનો માહોલ ભળ્યો છે. આવનારા દશામાના વ્રતને લઈને બજારોમાં ઠેર-ઠેર મૂર્તિઓનું વેચાણ જોવા મળી રહ્યું છે.

કારીગરોએ આજીવિકા રળવા શહેરમાં ધામા નાખ્યા
મહુવાના જાહેર માર્ગ ઉપર ઠેર ઠેર દશામાઁની મૂર્તિનું વેચાણ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં દશામાઁનું વ્રત આવી રહ્યું છે. જેને લઇને અમદાવાદથી મૂર્તિ વેચવાવાળાએ મહુવા આવીને મૂર્તિ વેચી પોતાની આજીવિકા રળવા શહેરમાં ધામા નાખ્યા છે. દશામાંના વ્રતમાં ઘરે ઘરે માતાજીની મૂર્તિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી ભક્તિ કરવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ દસ દિવસના ઉપવાસ કરીને આ વ્રતને ઉજવે છે.

દસેય દિવસો ભક્તો માતાજીની તન-મન-ધનથી ભક્તિ કરશે
શ્રાવણમાં શ્રદ્ધા અને ધાર્મિકતાથી આખા માસને ઉજવવામાં આવે છે. આવનારા વ્રતના દસેય દિવસો ભક્તો માતાજીની તન-મન-ધનથી ભક્તિ કરશે.

અન્ય સમાચારો પણ છે...