આયોજન:રૂ.28 કરોડના ખર્ચે મહુવામાં માર્કેટ યાર્ડને સુવિધા સભર બનાવાશે

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ લોન વગર સ્વભંડોળમાંથી વિકાસ કામોનું આયોજન
  • કોર્પોરેટ કક્ષાના બનનાર માર્કેટ યાડમાં વેપારીઓ માટે 20 ઓફીસો, ગેસ્ટ હાઉસ,પાર્કીંગ સહિતની સુવિધા કરાશે

મહુવા માર્કેટીંગ યાર્ડમાં રૂ઼.28 કરોડનાં વિકાસકામો મંજુર કરવામાં આવતા હવે આવતા દિવસોમાં કામો પૂર્ણ થયા બાદ માર્કેટ યાર્ડ સંપુર્ણ સુવિધાથી સુવિકસીત બનશે.મહુવા માર્કેટીંગ થાર્ડનાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની મળેલ બોર્ડ મીટીંગમાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની આગેવાની નીચે સ્વભંડોળમાંથી રૂ.28 કરોડનાં વિકાસકામો મંજૂર કરાયા છે.મહુવા યાર્ડ પ્રાથમિક સુવિધાઓથી સુસજજ છે તેમ છતા હવે તેને સંપૂર્ણ સુવિકસીત અને કોર્પોરેટ કક્ષાનું બનાવવા તરફનું ચેરમેન ઘનશ્યામભાઈ પટેલનું લક્ષ છે.

બજાર સમિતિએ હમણા તાજેતરમાં યાર્ડમાં બાજુની 17 વીઘા ભળતી જમીન રૂ.10 કરોડનાં ખર્ચે ખરીદ કરેલ છે તેમજ બીજા અન્ય 18 કરોડનાં વિકાસ કામોમાં કોર્પોરેટ કક્ષાનું વહીવટી કાર્યાલય જેમાં નીચે વેપારીઓ માટે 20 જેટલી ઓફિસો અને વિશાળ ઓફિસનું વાહન પાર્કિંગ બનશે, ફર્સ્ટ ફલોર ઉપર વહીવટી કાર્યાલય,બોર્ડ રૂમ વિગેરે બનશે અને સેકન્ડ ફલોર ઉપર ખાસ મહેમાનો માટેનું ગેસ્ટ હાઉસ બનશે, તેમજ ખેડૂતો માટે અતી આધુનિક ડાઈનીંગ હોલ તેમજ એસ.બી.આઈ. બેંક બીલ્ડીંગ અને સોઈલ ટેસ્ટીંગ લેબ તેમજ 1200 ખેડૂતો બેસી શકે તેવો વિશાળ હોલ બનશે.

નવી ખરીદ કરેલ જમીનમાં 1 લાખ ચો.ફુટનો વિશાળ ઓક્ષન શેડ અને વિશાળ ગોડાઉનો બનશે,આ સીવાય યાર્ડનાં ગ્રાઉન્ડને પેવર બ્લોકથી પાકા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહયુ છે તેમજ જુના શાકભાજી રોડની જગ્યાએ નીચે 24 ઓફિસો અને ફર્સ્ટ ફલોર ઉપર ખેડૂતો માટે વિશાળ ડોરમેટરી (ગેસ્ટ હાઉસ) બની રહેલ છે તેમજ ઓફિસ સામેનો મોટો શેડ વાવાઝોડામાં ડેમેજ થતા વિશાળ 50 હજાર ચો.ફુટનો શેડ બની રહેલ છે. આમ, જમીન ખરીદી સાથે બજાર સમિતિ દ્વારા કુલ 28 કરોડનાં વિકાસકામો સ્વભંડોળમાંથી મંજૂર કરી ચાલુ કરવામાં આવ્યા છે.

જે પુર્ણ થયેથી મહુવા બજાર સમિતિ નવો આકાર લઈને સુવિકસીત બની જશે. જે ઘનશ્યામભાઈ પટેલની અથાગ મહેનત અને પરીશ્રમનાં કારણે થઈ રહયા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આટલા મોટા કાર્યો કોઈપણ પ્રકારની લોન લીધા વગર સ્વભંડોળમાંથી થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...