મહુવા થી સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા ભાદરા ગામની સીમમાંથી બાવળ પર એક અજાણ્યા યુવકની લટકતી હાલતમાં મૃત્યુ થયેલી લાશ મળી આવી છે. આ લાશની જાણ થતા જ ગામ લોકોએ તાત્કાલિક મહુવા પોલીસનો સંપર્ક કરી અને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ મહુવા પોલીસ કાફલો સ્થળ પર દોડી ચૂક્યો હતો.
ભાદરા ગામની સીમમાં ઘટાઘોર બાવળની જાળી આવેલી છે. આ જાળીની અંદર ધોળા દિવસે પણ માણસ ડરી જાય તેવું જંગલ જેવું માહોલ છે. આ બાવળના ઝાડ ઉપર એક અજાણા યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. જોકે લાશનું કબજો લઈ મહુવા પોલીસે નવા સરકારી હોસ્પિટલમાં ખસેડી દીધી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે. હાલ આ લાશની કોઈપણ ઓળખ થવા પામી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.