તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાય:સરકારે ભાવોને કાબુમા લેવા ડુંગળીની કરેલી નિકાસબંધી ખેડૂતોને રડાવશે

મહુવા ​​​​​​10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોષણક્ષમ ભાવો આપવાને બદલે નિકાસબંધીથી ભાવો ઘટાડવાનું અયોગ્ય

લોકડાઉનના કારણે એક તરફ લોકોના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે તેવી સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા તા.14/9ના દેશમાંથી પરદેશ નિકાસ થતા કાંદા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કાંદા ઉપરની નિકાસબંધી ખેડૂતોને અન્યાય કરનારી અને અસહાય તેમજ અયોગ્ય છે, જે તત્કાલ અસરથી હટાવવાની જરૂર છે.ડુંગળીની નિકાસબંધી ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સજાર્યો છે. હાલમાં બજારમાં આવતા કાંદા સંગ્રહ કરાયેલા કાંદા આવે છે. ખેતરમાંથી સીધા નથી આવતા, જેની વજનઘટ અને બગાડને કારણે કીલોદીઠ પડતર રૂ.20/- જેટલી થાય છે, કાંદા સંગ્રહ કરતા રાજયો પૈકી મહારાષ્ટ્રમાં દર કલોદીઠ ભાવ રૂ.22/- થી 30/- છે.

મધ્યપ્રદેશમાં 20/- થી 28/- છે ત્યાં ગુજરાતમાં રૂ.20/- થી 25/- જેટલા છે, જે પડતર કરતા થોડા પ્રમાણમાં જ વધારે છે, હાલમાં થોડા ભાવો વધ્યા છે, જેનું કારણ સંગ્રહમાં કાંદામાં થઈ રહેલો બગાડ તેમજ દક્ષિણનાં રાજયમાંથી આવનાર નવા કાંદાને વરસાદથી થયેલ નુકશાન કારણરૂપ છે ત્યારે વરસાદથી ખેડુતોને થતા નુકશાન જેટલા ભાવો સ્વાભાવિકપણે વધવા તે કુદરતી અને ખેડૂતોના હકમાં છે, સંગ્રહમાં રાખવામાં આવતા કાંદા પૈકી 75% કાંદા ખેડુતોનાં છે.આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસીંહ તોમર,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પરશોતમભાઈ રૂપાલા,મનસુખભાઈ માંડવીયા, ફળદુ, સહિતનાને રજુઆત કરવામાં આવી છે.

નિકાસબંધી યોગ્ય નથી
બજારમાં આવતા કાંદા સંગ્રહ કરાયેલા કાંદા આવે છે. ખેતરમાંથી સીધા નથી આવતા, જેની વજનઘટ અને બગાડને કારણે ભાવમાં વધારો થયો છે જેથી નિકાસબંધી યોગ્ય નથી. - ભરતભાઇ લાડૂમોર, મોટી રીગણિયાળી

ડુંગળી અંગે નીતિ બનાવવી જોઇએ
ખેડૂતોને નુકસાન થતું ત્યારે સરકાર પોષણક્ષમ ભાવો આપી શકતા નથી, થોડા વધુ ભાવો ખેડુતોને મળે ત્યારે નિકાસબંધી કરી ભાવ ઘટાડવાનો પ્રયત્ન કરવો નૈતિક રીતે પણ યોગ્ય નથી.ભવિષ્યમાં મોટું નુકશાન થાય, 2-3 વરસે એકાદ વખત ત્રણેક મહિના માટે લોકોને થોડી મોંઘી ડુંગળી ખાવાથી જો ખેડુતોનું હીત થતુ હોય તે બાબત જનતાએ તથા સરકારે પણ સહજ રીતે સ્વીકારવું જોઈએ, ડુંગળીનાં ઘટતા વધતા ભાવોને યોગ્ય રીતે નિયમન કરવા ડુંગળી નિતી બનાવવી બહુ જરૂરી છે, વાસ્તવિકતા ધ્યાને લઈ કાંદાની નિકાસબંધી હટાવવાની જરૂર છે. - ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન, એ.પી.એમ.સી.મહુવા

વ્યાજબી વળતર મળવું જોઇએ
સંગ્રહમાં રાખવામાં આવતા કાંદા 100% નુકશાનીનાં જોખમ સાથે ખેડુતો અને સંગ્રહકાર વેપારીઓ સંગ્રહ કરે છે ત્યારે જોખમ ઉઠાવીને જે લોકો સંગ્રહ કરે છે તેને વ્યાજબી વળતર મળવું જરૂરી છે. - વેલાભાઈ ભૂત, ભાદરા

અન્ય સમાચારો પણ છે...