લોકોના આરોગ્ય પર જોખમ:મહુવામાં પાણીના ખાડા ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ, વહેલી તકે નિવારણ લાવવા માંગ

મહુવા (ભાવનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા શહેરમાં ચોમાસર દરમિયાન પાણીના ખાડા ભરાયેલા હોય છે. જેમાં અત્યંત મચ્છરનો ઉપદ્રપ જોવા મળ્યો છે. શહેરના જાહેર માર્ગો ઉપર આવેલા નાના-મોટા ખાબોચિયાઓ પાણીથી ભરાયેલા છે અને આ ખાબોચિયામાં મચ્છર જોવા મળ્યા છે. તંત્રને આ બાબતમાં ધ્યાન દોરી યોગ્ય નિકાલની તાતી જરુર છે.

રાજ્યમાં માંદગી માઝા મૂકે અને પછી જાગવાની જગ્યાએ આ પાણીનું હાલ નિકાલ કરવામાં આવશે તો લોકોમાં રોગ થતો અટકાવી શકાશે. તંત્રએ લોકોના આરોગ્યને ધ્યાને લઈને તેની વહેલી તકે નિવારણ લાવી અને ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરુર છે.

અન્ય સમાચારો પણ છે...