ભારતીય સંસ્કૃતિમાં ફાગણી પૂનમ અને ધુળેટીનું ખુબ જ મહત્વ છે. ધુળેટીના આગલા દિવસે હોળી તરીકે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી મનાવવામાં આવે છે. આ બે દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો બજારમાં ખરીદી કરવા માટે આવે છે, મહુવામાં હોળી ધુળેટી પર વેચાતા ધાણી, ખજૂર અને પતાસાના હારડાનું વેચાણ બહોળા પ્રમાણમાં થઇ રહ્યું છે. બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વર્ષે સોમવાર થી બુધવાર સુધી ત્રણ દિવસ સુધી લોકોમાં હોળી ધુળેટીનો માહોલ રહેશે.
શહેરમાં વિવિધ જગ્યાએ હોળી અને ધુળેટી પૂર્વે ધાણી, ખજૂર અને હારડાનું વેચાણ થતું જોવા મળે છે. સાથે સાથે રંગબેરંગી પિચકારીઓનું પણ વેચાણ થઇ રહ્યું છે. સામાજિક રીત રિવાજો ઓછા થતા ધાણી, ખજૂર અને હારડાનું મહત્વ ઘટ્યું છે. જેના કારણે આ વેપારમાં પણ મંદી જોવા મળી રહી છે. હોળી ધુળેટીનો તહેવાર એટલે ગુલાલ અને રંગોનો તહેવાર. બાળકો પણ અલગ અલગ કાર્ટૂનના ચિત્રોવાળી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. જેને લઈ માર્કેટમાં વેરાયટીની સાથે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
વોટર ટેન્ક, પ્રેસર પમ્પ અને હેન્ડ પમ્પ વાળી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. સાથે જ હર્બલ કલરની ડિમાન્ડ પણ વધી છે. ગુલાલ ઉડાવતી પિચકારી પણ ડિમાન્ડમાં છે. જો કે ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે પિચકારીઓના ભાવમાં લગભગ 50 થી 60 ટકાનો ભાવ વધારે થયો છે. ભાવ વધારાની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે.
મહુવા પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજવામાં આવી
ભાવનગર રેન્જ આઈજીપીની સુચના મુજબ હોળી ધૂળેટી તહેવાર સબબ મહુવા શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ જળવાઇ રહે તથા સમગ્ર મહુવા શહેરની જનતા શાંતિથી તહેવાર ઊજવી શકે તે માટે ભાવનગરના પોલીસ અધિક્ષક ડૉ.પટેલ તથા મહુવાના નાયબ પોલીસ અધિક્ષક સરવૈયા તથા મહુવા પો.સ્ટે.ના પી.આઇ. એ.બી.ગોહિલ દ્વારા આજે તથા આવતીકાલે ફલેગમાર્ચ યોજવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.