રસીકરણ ઝુંબેશ શરૂ:મહુવા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાય તે પહેલા તંત્ર સક્રિય

મહુવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવચેતી માટે 1000 જેટલી ગાયોને વેકસીન અપાઇ
  • શહેર-તાલુકા મળીને કુલ 80 હજાર પશુધન
  • ગાય વર્ગનું 27 હજાર પશુધન: રસીકરણ ઝુંબેશ શરૂ

મહુવા શહેર તાલુકામાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસે હજુ દેખા દીધી નથી. પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર પહોંચે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ બીમાર પશુઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં 1000 જેટલી ગાયોને વેકસીન અપાઇ ચુકી છે.તંત્ર સાવચેતીના તમામ પગલા ભરી રહી છે.

મહુવા શહેર અને તાલુકામાં 80 હજારનું પશુઘન છે જે પૈકી લમ્પી વાયરસ થાય તેવું ગાય વર્ગનું 27 હજારનું પશુઘન છે. જોકે મહુવા શહેર અને તાલુકામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની કોઇ અસર જોવા મળી નથી. સાવચેતીના પગલા રૂપે રસીકરણ ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે.

સર્વોત્તમ ડેરીએ 1 લાખ રસીની માંગ કરેલ જે પૈકી ડેરીને 35 હજાર રસીના ડોઝ મળતા મહુવાના મોટા ખુંટવડા 7 હજાર રસીના ડોઝ ફાળવવામાં આવેલ છે જે તાલુકાની ડેરીઓમાં પહોચાડી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે સર્વે કરીને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પશુઓમાં આ વાયરસજન્ય રોગ ઝડપથી ન ફેલાય તે માટે ટીમ કાર્યરત છે.પશુપાલકોને આ રોગમાં તાત્કાલીક સારવાર મેળવવા માટે 1962 પર સંપર્ક કરવો

4 એમ્બ્યુલન્સની ટીમ કાર્યરત કરાઇ
પશુઓમાં જ્યારે આ રોગ થવાની શરુઆત હોય ત્યારે તેમને તાવ આવે છે. આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. જેમાં પશુઓની ચામડી પર બેથી પાંચ સેન્ટીમીટરની ગાંઠ જોવા મળે છે. પશુના દૂધ ઉત્પાદનમાં પણ એકાએક ઘટાડો જોવા મળે છે.પશુઓમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર - 1962 પર ફોન
કરવાથી 4 એમ્બ્યુલન્સની ટીમ હાલ સેવામાં કાર્યરત છે. મહુવાના પશુ દવાખાના ડો.કનુભાઇ બલદાણીયા (82003 82994) સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...