હાલાકી:મહુવામાં નેસવડ ચોકડી બાયપાસ રોડ પર ગટરનું પાણી ભરાવાની સમસ્યા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના-મોટા અકસ્માતોના કારણે કેટલાક લોકોને ઇજા થઇ હોવાના બનાવો
  • રોડ ઉપર આવતું ગટરનું પાણી બંધ કરવા પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતું હજુ સુધી બંધ થયેલ નથી

મહુવાનો નેસવડ ચોકડી બાયપાસ રોડ પાસે છેલ્લા ઘણા સમયથી રોડ પર ગટરનું પાણી ભરાવાની સમસ્યા સર્જાય રહી છે. નેસવડ ગ્રામ પંચાયત રોડ ઉપર આવતું ગટરનું પાણી બંધ કરવા પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતું ગટરનું પાણી હજુ સુધી બંધ થયેલ ન હોય તાકીદે પાણી બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

મહુવા નજીકના નેસવડ ચોકડી પાસે રોડ પર ઠેક ઠેકાણે મોટા ખાડા પડી ગયા હોય જેથી આ માર્ગ ખાડા રાજ બની ગયો હોય તેવો રોષ વાહન ચાલકોમા ઉભો થયો છે. નાના મોટા વાહનો પણ ખાડામાં ફસાઇ રહ્યા છે અને નાના મોટા અકસ્માતો થઇ રહ્યા છે. મહુવા શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ નેસવડ ચોકડીના રોડ-રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોટા ખાડાઓમાં વાહનોએ હાલક ડોલક કરતાં કરતાં પસાર થવું પડે છે. નાના-મોટા અકસ્માતોના કારણે કેટલાય મુસાફરોને ઇજા થઇ હોવાના બનાવો બનવા પામેલ છે. રોડ ઉપર ગંદુ પાણી ભરાતુ હોવાની પણ ફરીયાદ હજુ સુધી દુર થઇ નથી તે ફરીયાદ દુર ન થાય ત્યાં સુધી રોડ રીપેર કરવાથી ફરી બગડી જવાની શક્યાતાઓ રહેલી હોય રોડના નવીનીકરણ સાથે રોડ ઉપર પાણી આવતુ પણ બંધ કરવાની માંગ તીવ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...