તંત્રના વાંકે પ્રજાનો ભોગ:મહુવામાં ગટરની ગંદકીથી પ્રજા ત્રાહિમામ; સાફ-સફાઈના અનેક સાધનો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

મહુવા (ભાવનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા નગરપાલિકા સંચાલિત શહેરમાં ટોટલ 9 વોર્ડ આવેલા છે. જે 9 વોર્ડમાં પ્રત્યેક વોર્ડના ચાર-ચાર કોર્પોરેટરોને જીતાડીને મહુવાની પ્રજાએ નગરપાલિકાની સત્તા પર બેસાડ્યા છે. પરંતુ જીતી ગયેલા સભ્યો આજે પ્રજા સામું જોતા નથી. જેને લઈને શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે. જ્યાં જુઓ ત્યાં ખુલ્લી ગટરો, રોડ ઉપર રહેતા ગટરના ગંદા પાણી, કરોડોના ખર્ચે બનાવેલા રોડ પર રહેતી ખુલ્લી ગટરોના ગંદા પાણી જોઈને પણ હર કોઈ માણસ ત્રાસી જાય છે.

એક સમયે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતો આજે નર્ક સમાન બની ચૂકેલું મહુવા શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટર પ્લાનિંગ આવેલો છે. જેને લઇ તંત્ર જોડે સાફ-સફાઈના અનેક સાધનો પણ હયાત છે. છતાંય ગટર ઉભરાવવાના પ્રશ્નનું નિવારણ આવતું નથી. 'પાડાની વાહે પખા લઈને ડાંગ' આ કહેવત મહુવામાં સાબિત થઈ ચૂકી છે. શહેરના વિકાસ માટે કોઈ ચૂંટાયેલા ઉમેદવારોને રસ નથી. સત્તામાં બેઠેલા સતાધીશ કે કર્મચારીઓને પણ રસ નથી. આખરમાં શહેરની પ્રજા પિલાઈ રહી છે. આવનાર દિવસોમાં આ પ્રજાનો કલ્યાણ થશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉભો કરે છે.

અન્ય સમાચારો પણ છે...