કાર્યક્રમ:કળસાર ખાતે આત્મ નિર્ભર ગ્રામયાત્રાનું સ્વાગત કરાયું

મહુવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
  • મહોત્સવ અંતર્ગત વિકાસ કાર્યોનું લોકાપર્ણ ખાતમુર્હૂતો સહિત ત્રિદિવસીય કાર્યક્રમો યોજાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રાનું કળસાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.ગ્રામ વિકાસ વિભાગ સાથે જુદા જુદા વિભાગોને સાંકળી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ,ખાતમુહુર્તો અને લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

શનિવારે કળસાર ગામે આત્મનિર્ભર ગ્રામયાત્રાનું ગામના સરપંચ, તલાટી મંત્રી, ગ્રામજનો અને શાળાઓની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ.કાર્યક્રમ અંતર્ગત એગ્રીકલ્ચર ટ્રેકટર સહાય, વાનગી હરીફાઇ, બે દિકરીના વાલીનું સન્માન, પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવરબાઇનું મામેરૂં, સ્વસહાય જુથને રીવોલ્વીંગ ફંડના ચેક વિતરણ ઉપરાંત રાજય સરકાર અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝની 50 ટકા ભાગીદારીથી વતનપ્રેમ યોજના અંતર્ગત પ્રાથમિક શાળા ખાતે નવા બાંધવામાં આવનાર 9 રૂમોનું ખાતમુહુર્ત વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...