એન.એન.મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટ-મહુવા દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ફોર્મ ભરવાની છેલ્લી તક આપવામાં આવી છે. એન.એન.મહેતા મેમોરીયલ એજયુકેશન ટ્રસ્ટ-મહુવા દ્વારા મહુવા શહેર તથા તાલુકામાં પાંચ વર્ષથી વસવાટ કરતા પરીવારોનાં વિદ્યાર્થીઓ કે જેમણે વર્ષ-2022માં ધો.12ની પરીક્ષામાં 60 % કરતા વધુ ગુણ સાથે પ્રથમ પ્રયત્નથી પાસ કરી હોય અને ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મેળવ્યુ હોય તેવા વિધાર્થીઓને આર્થિક જરૂરીયાત તથા તેજસ્વીતાના આધારે ટ્રસ્ટના નીતી નિયમ મુજબ સ્કોલરશીપ આપવામાં આવશે.
ગત વર્ષોમાં જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળેલ છે તેમણે તેમની ગત વર્ષની માર્કશીટની નકલ અથવા પરીક્ષા ન લેવાઇ હોય તેવા સંજોગોમાં પરીક્ષાની હોલટીકીટ અપલોડ કરીને રીન્યુઅલ ફોર્મ ભરવાનું રહેશે. જરૂરીયાતમંદ અને યોગ્યતા પાત્ર વિદ્યાર્થીઓએ રિન્યુઅલ તથા નવી સ્કોલરશીપ માટેના ફોર્મ તા.9/1 થી તા.15/1 સુધીમાં સુધીમા ટ્રસ્ટની વેબસાઈટ www.nnmehtatrust.org ૫૨ લોગ ઈન થઈને ફોર્મ ભરવાનું રહેશે. વેબસાઈટ પર તમામ વિગતો આપવામાં આવી છે. રૂબરૂમાં કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
વિદ્યાર્થીઓના હિતમાં છેલ્લી વાર માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરેલ છે ત્યારબાદ કોઇપણ સંજોગોમાં ફોર્મ ભરી શકાશે નહી.વધુ જાણકારી માટે સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન હેતલબેન ઉપાધ્યાય (મો.9106967247)નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.