તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:લેખક, પ્રકૃતિપ્રેમી શ્વેતાબેનની કોરોનામાં વિદાયથી ગમગીની

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુળ મહુવાના અને ગાંધીનગરમાં કલાસ-2 અધિકારી હતા

મુળ મહુવાના અને ગાંધીનગરમાં નાણાં વિભાગમાં ફરજ બજાવતા કલાસ-2 અધિકારી અને લેખક શ્વેતાબેન મહેતાનું કોરોનાને કારણે ગત માર્ચ માસમાં નિધન થયું હતું.શ્વેતાબેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. લેખક શ્વેતાબેન મહેતાએ દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક લખ્યું હતું.

પ્રકૃતિને જ હમેશા સર્વસ્વ ગણતા અને પ્રકૃતિને જીવનભર પ્રેમ કરનાર એવા શ્વેતા મહેતા પોતે જ પ્રકૃતિના પાંચ મહાભૂતોમાં વિલિન થઈ ગયા. તેમના નિધન બાદ ગાંધીનગર પોતાના નિવાસસ્થાને અંતિમ વિધિ કર્યા બાદ પવિત્ર નર્મદા નદીમાં તેના અસ્થિ પધરાવવામાં આવ્યા.

પરંતુ મૂળ તો દરિયાછોરું, મહુવાના અરબ સાગરના કિનારે ઉછરેલ આ શ્વેતાબેનનું હૃદય તોહહંમેશા મહુવા માટે જ ધબકતું રહ્યું,મહુવાની માટી,મહુવાની સુવાસ અને મહુવાના દરિયાના એ ચાહક રહ્યા છે,શ્વેતાબેનની અંતિમ નિશાની તેવા તેની અસ્થિઓને મહુવામાં દર્શન કરાવીને,જે. પી પારેખ સ્કૂલ,કે.જી મહેતા સ્કૂલ,ભૂતનાથ મહાદેવ,ગાંધીબાગ, માલણ નદી,મહુવાની એ શેરીઓ જ્યાં બાળપણ વીત્યું,પારેખ કોલેજમાં દર્શન કરાવી તેમની યાદોને તાજી કરી હતી.તેમના શરીરને ભલે પંચ મહાભૂતોમાં વિલિન કરવામાં આવ્યું પણ, તે હહંમેશા બધાના હૃદયમાં અને વિચારોમાં પ્રેમ અને આદર્શરૂપે જીવંત જ રહેવાના છે.

અન્ય સમાચારો પણ છે...