મહુવા શહેરમાં રોડના નવીનીકરણ બાદ રોડ પહોળા થયા પરંતુ રોડની પહોળાઇનો લાભ આડેધડ ટ્રાફીકના કારણે લોકોને મળતો નથી આથી ટ્રાફીકવાળા રોડ વચ્ચે ડીવાઇડર મુકવાની જરૂર છે સાથે શહેરની શોભા વધારવા ડિવાઇડરમાં ફુલછોડ રોપવાની જરૂર છે.
મહુવામાં સીટીઝન ગેસ્ટ હાઉસથી મેધદુત સિનેમા , બગીચા ચોક, કાગબાપુ ચોક, મોટા જાદરા રોડ, વીટી નગર રોડ પર ખુબ જ ટ્રાફિક રહે છે. વાહન ચાલકો રોડ પર મનફાવે તે રીતે વાહનો પાર્ક કરે છે તેથી આ રોડ પરનાં દુકાનદારો ઉપરાંત વાહન ચાલકોને પણ ટ્રાફિક મુશ્કેલી પડી રહેલ છે માટે આ તમામ રોડ પર ડિવાઇડર બનાવવામાં આવે અને ડિવાઇડરમાં ફુલછોડ રોપવામાં આવે અને તેનું જતન કરવામાં આવે તો શોભામાં વધારો થાય અને ટ્રાફીક સુચારૂ ચાલે અને દરરોજ થતા નાના-મોટા અકસ્માતને કારણે ઉભી થતી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ છે.
રોડ પર ડિવાઇડર બનાવવા યોજના મંજુર પણ કરેલ પરંતુ કોઇ કારણોસર આ કામ કરવામાં આવેલ નથી.મહુવાના બંદર રોડ, મેઘદૂત થી કુબેરબાગ રોડ, હોટલ હેવન થી કુબેરબાગ-ગાંધીબાગ રોડ પર ડિવાઇડર હોવાના કારણે ટ્રાફીક સુચારૂ ચાલે છે.સામસામા વાહનો ભેગા થતા નથી. રોડની બન્ને બાજુ થતા પાર્કિંગ પણ વ્યવસ્થિત થાય છે પરંતું ફુલ છોડ રોપી જતન કરી રોડની શોભા વધારવાના પ્રયાસો ખુબજ ઓછા છે. જે વ્યવસ્થિત કરવાની માંગ સાથે શહેરના અન્ય રોડ પર ટ્રાફીક નિયમન અને સુચારૂ સંચાલન માટે ડિવાઇડર મુકી ફુલછોડ રોપવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.