ચોરી:સર્વોદય સોસાયટીમાં રહેણાંકી મકાનમાંથી રિવોલ્વર ઉઠાવી ગયા

મહુવા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં ધોળા દિવસે ચોરીના બે બનાવો નોંધાયા
  • ભાદ્રોડ ​​​​​​​ગામે આવેલા સિકોતર માતાના મંદિરે માતાજીને ચડાવેલા સોનાના દાગીનાની ચોરી થઈ

મહુવા શહેરમાં અને તાલુકામાં જુદાં-જુદાં બે સ્થળોએ ચોરીના બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક રિવોલ્વર મળીને કુલ રૂ. 2.10 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

મહુવાની સર્વોદર સોસાયટીમાં રહેતા પ્રવિણચંદ્ર મથુરદાસ મહેતા આજે સવારે 10 વાગ્યે પોતાના ઘરે તાળું મારી લાઈટબીલ ભરવા બહાર ગયા હતા ત્યારે તેમના ઘરનો દરવાજો તોડી કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી ઘરમાં ખાખાખોળા કરી તસ્કરોએ તેમની લાઈસન્સવાળી એક રિવોલ્વર તથા 30 ગ્રામ સોનાનું કડું મળી કુલ રૂ. 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જેની જાણ મહુવા પોલીસને થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં તાલુકાના ભાદ્રોડ ગામે રહેતા રામજીભાઈ હરજીભાઈ વાઘે મહુવા પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધા‌વી હતી કે, ગત 21મી તારીખે તેઓ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતા ત્યારે વાઘ પરિવારના કુળદેવી શ્રી ઓટા વાળા સિકોતર માતાના મંદિરે સવારે 11.50 કલાકે બે અજાણ્યા શખ્સોએ મંદિરમાં આવી માતાજીને ચડાવેલો સોનાનો હાર તથા અન્ય સોનાના ઘરેણાં મળી કુલ રૂ.60,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...