હાલાકી:કોરોનામાં બંધ મહુવાથી સુરત, મુંબઇ, ધોળા ટ્રેન ફરી શરૂ કરો

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા, રાજુલા, સાવરકુંડલાના મુસાફરોને ભારે હાલાકી
  • કોરોનાની બીજી લહેર ધીમી પડી હોય બંધ ટ્રેનો સમયસર શરૂ થાય તો જનતાને લાભ મળે

મહુવાને બ્રોડગેઇજ લાઇન મળ્યા પછી લાંબા અંતરની દૈનિક ટ્રેન મળી નહી પરંતુ કોરોના કાળમાં સુરત-મુંબઇ બાંદ્રા વિકલી ટ્રેન અને મહુવા ધોળા ટ્રેન પણ બંધ થઇ જતા મહુવા પંથકના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.બુધવારની મહુવા-સુરત-મહુવા દૈનિક કરવા સાથે અને મહુવા-બાંદ્રા - મહુવા અઠવાડીયામાં બે વખત ચાલતી ટ્રેન કોરોનાના કારણે બંધ કરેલ છે તે ફરી દોડતી કરવા મહુવા મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.

મહુવાથી દરરોજ 3 ટ્રેન જતી આવતી હતી જેમાં મહુવા - રાજુલા સીટી - મહુવા, મહુવા-ધોળા જંકશન -મહુવા,મહુવા-ભાવનગર-મહુવા જે પૈકી માત્ર મહુવા-ભાવનગર-મહુવા બપોરે 2.20ની ટ્રેન જ શરૂ છે. આથી મહુવા, રાજુલા, સાવરકુંડલાના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યાં હોય વહેલી તકે આ બંધ કરવામાં આવેલ દૈનિક ટ્રેન શરૂ કરવાની માંગ ઉભી થવા પામી છે.

સુરત-મહુવા-સુરત બુધવારે ચાલતી ટ્રેન કોરોનામાં મુસાફરો મળતા નથી તેવા બહાના તળે રેલ્વે તંત્રએ વિકલી ટ્રેન પણ બંધ કરી દેતા મહુવા, રાજુલા, સાવરકુંડલા, ધોળા પંથકના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી હોય અને મુસાફરી શરૂ થઇ હોય મહુવા - સુરત -મહુવા વહેલીતકે અને દૈનિક ધોરણે શરૂ કરે તેવી માંગ તીવ્ર બની છે.

મહુવા-બાંદ્રા-મહુવા અઠવાડીયામાં બે વખત ચાલતી ટ્રેન કોરોના મહામારીમાં બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવેલ અને ફરી બંધ કરવામાં કેટલીક ટ્રેન હવે કોરોના મહામારી અને આંતર રાજય મુસાફરો ઉપરના નિયંત્રણો પણ બંધ થયા હોય વહેલીતકે મહુવા-બાંદ્રા-મહુવા ટ્રેન શરૂ કરવા મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...