કોસ્ટલ વિસ્તારના ગામડાઓની અંદર અનેક ખાનગી કંપનીઓ પવનચક્કી નાખવાનું કામ કરી રહી છે. ગ્રામજનો દ્વારા તેનો વિરોધ પણ થાય છે. જોકે, કંપની તેની સત્તાનો દુરુપયોગ કરી લોકોની અવાજને દબાવી દે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ગામ પાસે પાવર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેની મુખ્ય લાઈન ગ્રામજનોના ઘરની ઉપથી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ જીવના જોખમે અહીં રહી રહ્યાં છે. કંપનીને અનેક વખત રજૂઆત કરી છતાય કોઈ નિરાકણ આવ્યું નહીં. ત્યારે ગામડાનો લોકોએ કંપનીનું કામ બંધ કરાવવા તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી વિરોધ પ્રદર્શન કર્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાનગી કંપનીઓ પવનચક્કી દ્વારા વીજળી પેદા કરે છે. ત્યારે ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ગઢડા ગામ પાસે પાવન પ્લાન્ટ ઉભો કરી દેવામાં આવ્યો છે. આ પાવર પ્લાન્ટની હેવી લાઈન ગામના મુખ્ય બજારમાં થઈને ગામના રહીશોના ઘર ઉપરથી પસાર થાય છે. ગ્રામજનોએ અનેકવાર ફરિયાદો કરી છતાય કંપની આંખ આડા કાન કરતી આવી છે. ત્યારે હવે ગ્રામજનોએ કંટાળી તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારી અધિકારી કંપની વિરુદ્ધ પગલાં લેશે કે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.