મહુવામાં સીટીબસ સુવિધા ક્યારે?:ઓટો રિક્ષાઓના બમણાં ભાડાથી રહીશો કંટાળ્યા; બસ સેવાની માંગણી કરી

મહુવા (ભાવનગર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિકાસની વાટ જોઈ રહેલી મહુવાને વિકાસ ક્યારે મળશે તેવી વાટ જોઈ બેઠેલી પ્રજાનો વિકાસ ધૂંધળાઈ રહ્યો છે. શહેરમાં સીટી બસ સેવા નથી જેને કારણે પ્રજા પિસાઈ રહી છે. શહેરીજનો કહી રહ્યા છે કે આખરે તંત્ર ક્યારે અમારી સામે જોશે. લોકોનું કહેવું છે કે 20 વર્ષ પહેલા કોંગ્રેસ શાસનમાં બસની સુવિધા ચાલુ હતી પરંતુ જેવી ભાજપની સત્તા આવ્યા બાદ સીટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ઓટો રિક્ષાઓને બમણા ભાડા આપી પરિવહન કરવુ પડે છે.

જુના ગામથી પાંચ કિલોમીટર સોસાયટી વિસ્તાર તેમજ હોસ્પિટલ પાંચ કિલોમીટરના અંતરે આવેલી છે તેમજ સરકારી કચેરીઓ પણ પાંચ કિલોમીટરના અંતરે આવેલી છે તેમજ મહુવા કોટ પણ પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે આવાવા જોવા માટે નાના-મોટા કામ કરાવવા માટે રિક્ષાનો સહારો લેવો પડે છે. જેના કારણે ડબલ ભાડા ચૂકવી રહેલી પ્રજાને આખરે ન્યાય મળશે, તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...