જરૂરિયાત મુજબ નહીં મરજી મુજબ નિર્ણય:મહુવામાં એસ.ટી.દ્વારા છીનવાઇ રહી છે બસોની રેગ્યુલર સુવિધા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાનગી બસોને ધ્યાનમાં રાખીને લેવાઇ રહ્યાં છે નિર્ણયો
  • મહુવામા એસ ટી જરૂરિયાત મુજબ નહીં મરજી મુજબ

મહુવાના એસ.ટી.તંત્રને લોકોની જરૂરીયાત પ્રમાણે બસ ચલાવવાના બદલે મનસ્વી રીતે તખલખી નિણર્યો લઇ લોક સુવિધાઓ ઝુટવાઇ રહી છે.મહુવા-ભાવનગર-મહુવા સામ સામી શરૂ કરવામાં આવેલ 4 ઇન્ટરસીટી બસ મુસાફરો લાભ લઇ રહ્યા હતા અને ટ્રાફિક ખાનગી ઓપરેટરો તરફથી એસ.ટી. તરફ ફરી જઇ રહ્યું હતું ત્યાં કોઇ કારણો સર આ સુવિદ્યાઓ પરત લઇ લેવામાં આવી હોય તે રીતે બસ ચાલે છે.

તાજેતરમાં સવારે 7:30 કલાકે અમદાવાદની બસ પણ બંધ કરી દેવાતા મુસાફરો પરેશાની ભોગવી રહ્યાં છે.ખાનગી ઓપરેટરોના દબાણથી મહુવા-ભાવનગરના મુસાફરોને ફરજીયાત એસ.ટી.બસના બદલે દર અડધી કલાકે ઉપડતી પ્રાઇવેટ બસમાં જ મુસાફરો કરવી પડે તેવા કારસા ઘડાતા મુસાફરો એસ.ટી. થી દુર જઇ રહ્યા છે. મહુવા અંબાજી બસની રૂટ અવાર નવાર શરૂ બંધ કરી મહુવાના મુસાફરોને એસ.ટી. તંત્ર ફરજીયાત પ્રાઇવેટ વાહનો તરફ વાળવાના પ્રયાસો થઇ રહ્યા છે.

રાત્રીના 12 કલાકે ઉપડતી મહુવા અંબાજી રૂટની એસ.ટી. બસ કે જે સિવીલ હોસ્પિટલ અમદાવાદ જવા તથા સીધા ગાંધીનગર પહોંચવા માંગતા મુસાફરો માટે ખુબ જ અનુકુળ બસ હોય ભારે ટ્રાફિક અને પુરતી આવક હોવા છતા આ બસને પહેલા વિસનગર ત્યારબાદ ગાંધીનગર સુધી ટુંકાવી દેવામાં આવતા એસ.ટી. તંત્ર સામે ભારે આક્રોશ ઉભો થવા પામેલ છે. મહુવા,ઓખા-પોરબંદર-મુંબઇ-શિરડી-વલ્લભ વિદ્યાનગર-સુરેન્દ્રનગર ઉપરાંત કેટલાક ધાર્મિક સ્થળો અને મહત્વના શહેરોના રૂટ હાલ બંધ છે તે શરૂ કરવા અને નવા રૂટ શરૂ માંગ ઉભી થઇ છે.

અમદાવાદ જવા રાત્રે 10 વધુ ખાનગી બસ
મહુવાથી અમદાવાદ રાત્રે 10 થી 15 ખાનગી ટ્રાવેલ્સની સ્લીપીંગ કોચ ઉપડે છે તો એસ.ટી. દ્વારા મહુવા-ભાવનગર-અમદાવાદ-ગાંધીનગર-અંબાજી રૂટની એક સ્લીંપીગ કોચ કેમ ચલાવવામાં આવતી નથી તેવો પણ પ્રશ્ન ઉભો થવા પામેલ છે.સવારની મહુવા અમદાવાદની બંધ કરેલ બસ વહેલીતકે શરૂ કરવા અને મહુવાના એસ.ટી.ના પ્રશ્ને વિવિધ સંગઠનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ મૌન તોડી ઉચ્ચ કક્ષાએ પરિણાત્મક રજુઆત કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...