ખેડૂતોની ચિંતામાં વધારો:મહુવા પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ; વરસાદને પગલે ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન થવાની ભીતિ

મહુવા (ભાવનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સમી સાંજે વરસાદી માહોલ જમ્યો હતો. જાણે કે અષાઢ મહિનાનો વરસાદ વરસી રહ્યો હોય તેમ આસો મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સાંબેલાધાર વરસાદ વરસવાથી ખેતરો પાણી પાણી થઈ ચૂક્યા હતા અને ખેતર બહાર પાણી વહેતા થયા હતા. હાલ લાણીની સિઝન ચાલતી હોવાથી ખેતરમાં ઉભેલા પાકને ભારે માત્રામાં નુકસાન થશે જેને લઈને ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...