તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:પૂજય મોરારિબાપુ દ્વારા હતભાગી અને વિચરતી જાતિ માટે સાત લાખની સહાય અપાશે

મહુવા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પૂજય મોરારિબાપુ - Divya Bhaskar
પૂજય મોરારિબાપુ
 • યુપીમાં કુદરતી કોપગ્રસ્તોને 2 લાખની સહાય
 • ગુજરાતમાં વિચરતી જાતિના કલ્યાણાર્થે 5 લાખની સહાય

ઉત્તર ભારતના અનેક પ્રાંતો ગરમીના દિવસોમાં આંધી અને તુફાન માટે જાણીતા છે. થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશના રાજાપુર જિલ્લાના સરબલ નામના ગામમાં આવી જ એક ભયાનક આંધીને કારણે તોફાન આવેલ. જેમાં અનેક મકાનો આગ લાગવાને કારણે બળી ગયા હતા. એ ગામમાં મુખ્ય વસ્તી મુસ્લિમ લોકોની છે. જેમના ચાલીસથી વધુ મકાનો બળી જતાં પૂ. મોરારિબાપુએ તેમને સહાય મોકલવા જણાવેલ. જે રામકથાના બનારસના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવેલ છે. જેની રાશિ બે લાખ છે. તે જ પ્રમાણે ગુજરાતમાં વિચરતી જાતી માટે કાર્યરત અને જેને અનેક એવોર્ડસ પ્રાપ્ત થયા છે તેવી મિત્તલ પટેલને તેની સંસ્થા દ્વારા થતાં કાર્યોમાં સહાયભૂત થવાનાં હેતુથી રૂ. પાંચ લાખની સહાય પૂ.મોરારિબાપુ દ્વારા આપવામાં આવી છે. થોડા સમય પહેલા વિશાખાપટ્ટનમ નજીક ગેસ દુર્ઘટના થયેલી જેના હતભાગી પરિવારોને રૂ.11/- લાખ મોકલવા નક્કી થયેલું. જે રકમ પહોંચાડવામાં અમુક વહીવટી મુશ્કેલીઓ ઉભી થઈ છે અને તેથી એ રકમ હજુ વપરાયા વિના પડી છે. જેથી એ રકમનો ઉપયોગ સેવાના કોઈ અન્ય પ્રકલ્પમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો