વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ:મહુવાના બીલડી ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા, બાળકોએ જાતે પાણી ઉલેચ્યું

મહુવા (ભાવનગર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના બીલડી ગામે વરસાદી પાણી ગામની સાથે સાથે સ્કૂલમાં પણ ભરાવા લાગતા શાળાએ ભણતા વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સરપંચ દ્વારા અનેકવાર આ પાણી બાબતમાં રજૂઆત કરવામાં આવેલી હોય છે, પરંતુ તંત્ર આ બાબતમાં આંખ આડા કાન કરીને બેચુ હોઈ તેમ લાગી રહ્યું છે. ત્રણ ગામની વચ્ચે નિચાણવાળા વિસ્તારમાં આવેલ બિલડી ગામની શાળા જે ખાણ જેવા વિસ્તારમાં છે. જેને પગલે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. આ ઘટના નિરંતર ઘણા વર્ષોથી ચાલી રહા છે. આ સ્કૂલમાં પાણી ભરાઈ જતા સ્કૂલના વિદ્યાર્થી જાતે પાણી ઉલેચી છે અને સ્કૂલની સાફ સફાઈ કરે છે.

આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે. છતાં પણ અત્યાર સુધી કાઈ અધિકારી શાળાની હાલત વિશે જાણકારી કે શાળામાં ડોક્યું કરવા પણ આવ્યા નથી. બાળકોના આરોગ્ય તેમજ તેમના ભાવી ભવિષ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. વિદ્યાર્થીના આરોગ્યને ધ્યાને રાખી તંત્ર આ પરિસ્થિતીનું જાત નિરિક્ષણ કરી યોગ્ય નિકાલ કરે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...