કોંગ્રેસના ગઢમાં ગાબડું:મહુવા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કોંગ્રેસ છોડીને ભાજપમાં

મહુવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહકારી ક્ષેત્રે કોંગ્રેસના ગઢમાં ગાબડું
  • વેચાણ સંઘ અને એગ્રો તથા બિયારણ એસો.ના સભ્યોએ પંજાને કર્યા રામ રામ

મહુવાના રાજકારણમાં ગરમાવો મહુવા કોગ્રેસના ગઢમાં ગાબડું સેંકડો સહકારી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. મહુવામાં સહકારી ક્ષેત્રે મોટું નામ ગણાતા મહુવા તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઇ ભુંકણ અને તેમના સાથીઓ એક સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસને રામ રામ કરીને ભાજપ સાથે જોડાઇ જતા રાજકીય ક્ષેત્રે આ મુદ્દો ચર્ચાનો વિષ્યા બની ગયો છે.

મહુવા કોંગ્રેસના અગ્રણી એવા મહુવા તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઇ ભુંકણ અને તેમની સાથે મોટા ભાગના સભ્યો તેમજ ગ્રામ્ય વિસ્તારોના સામાજિક કાર્યકરો સરપંચો તથા જંતુનાશક દવા તથા બિયારણ એગ્રો એસોસીએશનના સભ્યો સાથે મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા.

સાથે આજુબાજુ ગામના માજી સરપંચ, સરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, સેક્રેટરી, સભ્ય જેવા અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ અવસરે ભાજપના અમરેલીના સાંસદ ભાજપના અગ્રણી નારણભાઈ કાછડીયા, રાજ્ય મંત્રી આર. સી.મકવાણા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...