વાજતે ગાજતે બાપ્પાની વિદાય:મહુવામાં ભવાની મંદિર ખાતે બાપ્પાના વિસર્જન માટે તૈયારીઓ કરાઈ; લોકોએ પરયાવરણને નુકસાન ન પહોંચે માટે કુંડમાં વિસર્જન કર્યું

મહુવા (ભાવનગર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યની અંદર ઠેર-ઠેર તાલુકા અને જિલ્લામાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગણપતિ મહોત્સવને લઈને દસ દિવસ પૂજા અર્ચના ભક્તિના ગુણગાન ગવાતા હોય છે. અને આજે દસ દિવસ પૂર્ણ થતા ગણપતિજીનું વિસર્જનનો દિવસ આવી ચૂક્યો છે.

મહુવા શહેરની અંદર જાહેર રોડ ઉપર અંદાજે 100થી 125 ગણપતિની પ્રતિમાઓ પંડાલ બનાવીને મૂકવામાં આવે છે. અને દસ દિવસ બાપ્પાની ભક્તિ, પૂજા અર્ચના કરવામાં આવે છે. રાત્રી સમયે અમુક જગ્યાએ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. અને લોકો સમુદ્ર તેમજ નદીમાં બાપ્પાનું વિસર્જન કરતા હોય છે. ત્યારે આજે મહુવાના ભવાની મંદિર પાસે વિસર્જન માટે સમુદ્રની બહાર એક પાણીનો કુંડ બનાવવામાં આવ્યો છે. આ કુંડની અંદર બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ચિનાઈ માટીની મૂર્તિ દરિયામાં પધરાવાથી પર્યાવરણને નુકસાન થતું હોય છે તેને ધ્યાનમાં રાખી ભક્તો આ કુંડમાં મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...