વિશેષ:પ્રેમભિક્ષુજી મહારાજે રામનામની ધૂનનું આંદોલન ચલાવ્યુ છે

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં એક પણ મિનિટના વિરામ વગર ચાલતી અખંડ રામધૂનનો 26માં વર્ષમાં પ્રવેશ
  • રામધૂનનુ ગાન કરનારાને રૂ.25 લાખની મેડીકલ સહાય

મહુવામાં હનુમાન જયંતિના પવિત્ર દિવસે અખંડ રામધૂન રજત જયંતી મહોત્સવ 26માં વર્ષમાં મંગલ પ્રવેશનો કાર્યક્રમ અખંડ રામધુન મંદિર પટાંગણમાં પૂ.મોરારિબાપુ અને પ.પુ.ગો. યદુનાથજી મહોદય (કડી, અમદાવાદ)ની નિશ્રામાં ભારે આસ્થા સાથે ઉજવવામાં આવેલ. હનુમાન જયંતિના પર્વે પૂ.મોરારિબાપુએ જણાવ્યુ હતુ કે પ્રેમભિક્ષુજી મહારાજે રામ નામની ધૂનનું દેશ અને વિશ્વમાં આંદોલન ચલાવ્યુ છે.

પ.પુ.ગો. યદુનાથજી મહોદયે આશિવર્ચનમાં જણાવેલ કે અહીં જે અનુભૂતિ થઇ તેનુ વર્ણન શક્ય નથી. મહાપુરૂષો સમસ્યાનું સમાધાન આપે છે. સમસ્યાનું વિશ્લેષણ કરતા નથી. રામનું સ્વરૂપ જ રામનામમાં છે. .મોરારિબાપુએ આશિવર્ચન આપતા પહેલા પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની ચેતનાને પ્રણામ કરી જણાવ્યુ હતુ કે આચાર્ય ખીલેલા બાપુને જોવા છે, એટલા માટે બોલવા ઉભો થયો છું. પ્રેમભિક્ષુજી મહારાજે રામ નામની ધૂનનું દેશ અને વિશ્વમાં આંદોલન ચલાવ્યુ છે. દીવો કયાં રાખો છો,તેના ઉપર તેના પ્રકાશનો આધાર છે.

હું રામધૂનમાં વખતો વખત આવુ છું. એક વખત રાત્રે 3.30 કલાકે આવીશ. 25 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે, યમુનાજીનું પાન કરનાર સંઘવી પરિવાર સરજુનું પણ પાન કરે છે તેનો મને આનંદ છે. સ્વભાવ ઉપર વિજય મેળવવા માટે યમુનાષ્ટક છે, મહુવામાં વિશ્રામદાયી વિકાસનું કામ કોઇએ પણ કર્યુ હોય તો તે હરિનામે કર્યુ છે. તેમ ઇતિહાસરકારે લખવું પડશે. બાપુએ આજનો માહોલ જોઇ કહ્યું હતુ કે કિર્તન મંડળીઓ તા.20-21-4ના મહુવાને ઉંચુ કરશે તેવો માહોલ અને માનવ મેદની આજથી જ દેખાઇ રહી છે.

રામ કામ માટે પુ.બાપુએ તલગાજરડાના તુલસીપત્રના નામે રૂ.1.25 લાખની જાહેરાત કરી ત્યાં જ સ્ટેજ ઉપર હરેશભાઇ સંઘવીને અર્પણ કરી હતી.હરેશભાઇ સંઘવીએ રામ કામ માટે રામધૂન મંડળના રામધુન ગાતા પરિવારને મેડીકલ સહાય રૂપે રૂ.25 લાખ અને ઘરનું ઘર ન હોય તેમને ઘર બનાવવા 25 પરિવારને રૂ.એક-એક લાખ રૂપિયાની અને સ્વ. કિરીટભાઇ છબીલદાસ મહેતા પરિવાર તરફથી અમિતભાઇએ રૂ.1 લાખ અગિયાર હજારની જાહેરાત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ઉમેશભાઇ જોષીએ કરેલ.

રામના નામ સાથે અઢી કામ કરવાનો સંકલ્પ લેવા અપીલ
25 વર્ષના ઉત્સવના 10 ટકા 2.5 થાય, અઢી અક્ષર પ્રેમનો રામના નામ સાથે અઢી કામ કરવાનો સંકલ્પ લેવા બાપુએ અપીલ કરી હતી ત્યારબાદ પુ.બાપુએ નાલંદા વિશ્વ વિદ્યાલયનો દાખલો આપ્યો હતો. રામનામ ઔષધિ છે. રામ નામ અભાવથી લેવા તેમા વાંધો નથી પણ દુર્ભાવથી નામ ન લેવાય. ચારેય વેદ અને યુગમાં હરિ નામનો મહિમા ગવાયો છે. રામ નામનું સ્વરૂપ કૃષ્ણનું અને લીલા મહાદેવની છે.

અન્ય સમાચારો પણ છે...