મદદ:સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા લોકોને મોરારિબાપુએ 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરારિબાપુની ફાઇલ તસવીર - Divya Bhaskar
મોરારિબાપુની ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો જામનગર,જુનાગઢ, રાજકોટમાં ભારે વરસાદથી વ્યાપક નુકશાન : પૂ.બાપુની સંવેદના

સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં ભોગગ્રસ્ત પરિવારો માટે પૂ.મોરારિબાપુ દ્વારા રૂ.25 લાખની સહાય આપવામાં આવી છે અને ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયા
સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં 22 ઈંચ વરસાદ ખાબકતા અતિવૃષ્ટિની પરિસ્થિતી સર્જાઇ છે અને તેને લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા અતિભારે વરસાદના કારણે આવેલા પુરને કારણે કોઈ કોઈ સ્થળે તો લોકોના ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી પણ ભરાઈ ગયા હતા. ઘરવખરી અને અનાજ વગેરે તણાઈ પણ ગયું છે અને નાશ પામ્યું છે. અનેક પશુના પણ મૃત્યુ થયા છે. ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.

તુલસીપત્ર રૂપે કરી સહાયની જાહેરાત
પૂર પ્રકોપને લીધે લોકોને અનેક પ્રકારે નુકશાન થવા પામ્યું છે. આ સમયે પુ.મોરારિબાપુએ પોતાની સંવેદના પ્રગટ કરી છે અને દાર્જીલિંગ ખાતે ચાલી રહેલી રામકથાની વ્યાસપીઠ તરફથી તુલસીપત્ર રૂપે અસરગ્રસ્ત લોકો માટે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા મુખ્યમંત્રી ફંડમાં રૂ.25 લાખની સહાય મોકલવા જણાવેલ છે.