કાર્યવાહી:ફાયરીંગ કરનારના પિતા અને ભાઇ પાસેથી પોલીસે બે પિસ્ટલ જપ્ત કરી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતા અને ભાઇ વિરૂધ્ધ ગુન્હો નોંધાયો

મહુવાના ગાંધીબાગ ચોકમાં ધોળા દિવસે ફાયરિંગ કરનારા નેસવડના બંન્ને શખ્સોને ઝડપી લઈ આજે સવારે બંન્ને પાસે ક્રાઈમ રિકન્સ્ટ્રક્ટ કરાવ્યું હતું અને બંન્ને કોર્ટમાં રજુ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.

મહુવા શહેરમાં શનિવારે ભર બપોરે ફાયરીંગ કરી મહુવામાં ધાક બેસાડી મહુવાના ડોન બનવા નિકળેલ બન્ને આરોપી રામ જયેશ ઉર્ફે જપ્પન મકવાણા અને લાલજી ઉર્ફે લાલો માધુભાઇ મકવાણાને લોકલ ક્રાઈમબ્રાંચ અને મહુવા પોલીસે એક-એક પિસ્તોલ કબ્જે લીધી હતી.

પોલીસ વિભાગે આજે સવારે ગાંધીબાગ ચોકમાં જ બન્ને આરોપીને લઈ જઈ ફાયરિંગની ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જે પછી બપોર બાદ બંન્નેને કોર્ટમાં રજુ કરી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે તેના બે દિવસના એટલે કે બુધવારે બપોરે બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે.

જયારે બીજી તરફ આરોપી રામના પિતા જયેશ ઉર્ફે જપ્પન મકવાણા અને તેનો ભાઇ ચિરાગ ઉર્ફે મુન્નો મકવાણા પાસેથી પોલીસે વધુ 2 નંગ પિસ્ટલ તથા 139 નંગ જીવતા કાર્ટીઝ કબ્જે લઇ બન્નેની ધરપકડ કરી મહુવા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...