પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:મહુવાની જનતા તહેવારો શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે પોલીસનું આયોજન

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીડવાળા સ્થળો, તસ્કરો પર રહેશે પોલીસની નજર
  • શહેરના તમામ મંદિર,હવેલી તેમજ ચોક,જાહેર સ્થળોએ ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મહુવાના નગરજનો દિવાળીના તહેવારો દરમીયાન તહેવારો ઉત્સાહ પૂર્વક અને ધાર્મિક આસ્થા સાથે સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારો દરમ્યાન દેવ દર્શન જતા બહેન દિકરીઓ સમડીનો શિકાર ન બને અને ટીખળી ટોળાઓ દ્વારા રોડ ઉપર ફટાકડા ન ફુટે તેમજ દેવદર્શને ખાસ કરીને દિવાળી,વહીપૂજની સાંજે મહાલક્ષ્મી માતાજીના મંદિરે, દ્વારકાધીશજીની હવેલી, રાઘેશ્યામ મંદિર સહિતના તમામ મંદિરોમાં ભારે ભીડ થતી હોય છે માટે વ્યવસ્થા ન ખોરંભાય તે માટે મહુવા પોલીસે આગવો બંદોબસ્ત આજથી ગોઠવી દીધો છે. જેથી તસ્કરો મુહૂર્ત કરવા કસબ ન અજમાવી શકે તે માટે રાત્રીના કડક બંદોબસ્ત અને પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવેલ છે.

પોલીસ બંદોબસ્તનું આયોજન આજથી શરૂ થયુ છે. શહેરના ચોક, ગલી ખાંચે, મંદિરો પાસે પોલીસ હોમગાર્ડઝ જવાનો ચુસ્તપણે બંદોબસ્ત જાળવી રહ્યાં છે જે બંદોબસ્ત લાભ પાંચમ સુધી જળવાઇ રહેશે તેવી આશા નગરજનોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...