લઠ્ઠાકાંડના મૃતકોને મોરારિબાપુની સહાય:ભોગગ્રસ્ત 57 જેટલા પરિવારોને 5 હજાર રૂપિયાની મદદ આપશે, સંવેદના વ્યકત કરી

મહુવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ.5 હજારની તત્કાલ સહાયની જાહેરાત

તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી પૂ. મોરારિબાપુ દ્વારા રાહતરાશિ અર્પણ કરવામાં આવેલ છે. મહુવા બ્યુરો. તાજેતરના લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી પૂ. મોરારિબાપુ દ્વારા રાહતરાશિ અર્પણ કરવામાં આવેલ છે.

થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ પીવાને કારણે 57 જેટલા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા તે ઉપરાંત અનેક લોકોને અન્ય ઈજાઓ પણ થઈ હતી. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું. વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે.

પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ? આથી પૂ. બાપુએ લઠ્ઠાકાંડની ઘટનામાં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ.5 હજારની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે. રૂ.2 લાખ 50 હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ જઈ પહોચતી કરવામાં આવશે. પુ.મોરારિબાપુએ આ કરૂણ ઘટનાને કારણે જે પરિવારો નિ:સહાય બન્યા છે તેમનાં પરત્વે સંવેદના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...