મહુવા કુબેરનાથ મહાદેવ મંદિર સેવા સંસ્કાર આશ્રમ ખાતે શુકદેવના અવતાર સ્વરૂપ પૂ.ડોંગરેજી મહારાજની 32મી પૂણ્યતીથી નિમિત્તે પૂ.મોરારીબાપુ એ પૂ. ડોંગરેજી મહારાજને પૂષ્પાંજલી અર્પણ કરી હતી.તેઓએ પૂ. ડોંગરેજી મહારાજને પૂષ્પાંજલી અર્પણ કહયું હતુ કે પૂ.ડોંગરેજી મહારાજ જીવનના ચારેય આશ્રમ એક સાથે ભોગવતા હતા.
પૂ.બાપુએ સંકીર્તન પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત ચાલતી 25 વર્ષથી રામધૂનની પણ દર વર્ષની જેમ પ્રથમ મુલાકાત લઇ તથા ભાવીકોને રામધુન લેવરાવી હતી. પૂ.પાદ ડોંગરેજી મહારાજની પૂણ્યતીથી નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરતા પૂ.બાપુએ સેવા સંસ્કાર આશ્રમની પ્રસિધ્ધિ વગરની મુક સેવાને આવકારીને કહ્યું હતુ કે આપણી સનાતનીય સંસ્કૃતિમાં 4 આશ્રમ પાડવામાં આવ્યા છે.
પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લા સંન્યાસશ્રમ તેવી રીતે વિભાજન કર્યુ. પરંતુ પૂ.પાદ ડોંગરેજી મહારાજને જેને જાણ્યા હશે તેઓને લાગશે કે તેઓ ચારેય આશ્રમ એક સાથે ભોગવતા હતા. આજીવન બ્રહ્મચર્ય જ રહ્યાં.ગૃહસ્થાશ્રમની સ્થાપના કરી પરંતુ સંયમી જીવન જીવ્યા અને વાનપ્રસ્થાશ્રમ આપણે બધા જાણીએ છીએ. કે પૂ.શ્રીએ કયારેય ચપ્પલ પહેરી ન હતી. બાપાએ જીવનભર સીવેલા કપડા પહેર્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.