લોક દરબાર:બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક દરબારનું આયોજન

મહુવા (ભાવનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુનાહિત પ્રવૃત્તિને નાબુદ કરવા માટે રાજ્ય સરકાર તેમજ રાજ્યની પોલીસ અનેક પ્રકારના કાર્યો કરી રહી છે. ત્યારે ગામે ગામ પોલીસ દ્વારા લોક દરબારો યોજી લોકોના પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લાની પોલીસ પણ અને તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોક દરબાર કરી ચૂકી છે. આજે બગદાણાના પોલીસ સ્ટેશનથી બગદાણા પાસેના લોંગડી ગામે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર પોલીસ સ્ટાફ તેમજ ગામના લોકો એકઠા થયા હતા.

બગદાણાના પીએસઆઇએ ખાસ સુચના આપી હતી. ગામ લોકોને ગ્રામ્ય વિસ્તાર તેમજ આજુબાજુના કોઈપણ વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય તેમ જ વ્યાજખોરી કરવામાં આવતી હોય, કોઈપણ પ્રકારની નાના મોટા ક્રાઈમ થતા હોય તો લોકલ પોલીસને તત્કાલ જાણ કરવા જણાવવામાં આવ્યું હતુ. પોલીસ મિત્રોએ સાથે રહી અને પોલીસને સહકાર આપો અને ગુનાહિત પ્રવૃત્તિના ડામવા ગામ લોકોને તેમજ ગામના સરપંચોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બદલ ગામના સરપંચ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...