તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:મહુવામાં 6 લાખની વસ્તી વચ્ચે કોરોના માટે માત્ર 6 જ વેન્ટીલેટર

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે મહુવાને વધુ 25 વેન્ટીલેટર ફાળવવા પ્રબળ માંગ

મહુવા શહેર અને તાલુકામાં 6 લાખની વસ્તી સામે કોવિડ કેર સેન્ટરમાં 6 વેન્ટીલેટર મળતા હોય એક લાખની વસ્તીએ 1 વેન્ટીલેટરની સુવિદ્યા ખુબ જ ઓછી હોય મહુવાને વધુ 25 વેન્ટીલેટર ફાળવવા માંગ ઉભી થવા પામી છે.

મહુવામાં કોવિડ સેન્ટરની નીચે મુજબ વ્યવસ્થા હાલ થવા પામેલ છે. જેમાં જનરલ હોસ્પિટલ 25 ઓક્સિજન વાળા અને 20 ઓક્સિજન વગરના મળી 45 બેડ, હનુમંત હોસ્પિટલ 30 ઓક્સિજન વાળા અને 10 ઓક્સિજન વગરના અને વેન્ટીલેટરવાળા 4 અને વેન્ટીલેટર વગરના 11 આઇસીયુ બેડ મળી 55 બેડ, સદ્દભાવના હોસ્પિટલ કળસાર 20 ઓક્સિજન વાળા અને 50 ઓક્સિજન વગરના અને વેન્ટીલેટરવાળા 1 અને વેન્ટીલેટર વગરના 3 આઇસીયુ બેડ મળી 74 બેડ, યુટીલીટી હોસ્પિટલ 6 ઓક્સિજન વાળા અને 15 ઓક્સિજન વગરના અને વેન્ટીલેટર વગરના 4 આઇસીયુ બેડ મળી 25 બેડ, ગ્લોબલ હોસ્પિટલ 5 ઓક્સિજન વાળા અને 11 ઓક્સિજન વગરના અને વેન્ટીલેટરવાળા 1 અને વેન્ટીલેટર વગરના 3 આઇસીયુ બેડ મળી 20 બેડ, બગદાણા 6 ઓક્સિજન વાળા અને 6 ઓક્સિજન વગરના મળી 12 બેડ, મોટા ખુંટવડા 5 ઓક્સિજન વાળા અને 5 ઓક્સિજન વગરના મળી 10 બેડ, સહારા મહુવા 10 ઓક્સિજન વાળા અને 15 ઓક્સિજન વગરના મળી 25 બેડ, ક્રિષ્ના કોમ્યુનીટી હોલ, મહુવા 10 ઓક્સિજન વાળા અને 10 ઓક્સિજન વગરના મળી 20 બેડ મળી કુલ મહુવા શહેર અને તાલુકામાં 286 બેડની વ્યવસ્થા હાલ થયેલ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી તબીબો પાસે ગ્રામ્યજનો સારવાર લઇ રહ્યાં છે.

મહુવાના દર્દીઓને બહાર જવુ ન પડે અને વેન્ટીલેટરની જરૂરીયાત વાળા તમામ દર્દીઓને વેન્ટીલેટર મળે. વેન્ટીલેટર વગર મોત ન થાય, તે માટે મહુવાને સરકાર દ્વારા 25 વેન્ટીલેટર ફાળવવાની તાકીદની જરૂરીયાત ઉભી થઇ હોય સૌ કોઇએ ઉચ્ચ કક્ષાએ પરિણામલક્ષી રજુઆત કરવાની માંગ દર્દીના સગા સબંધીઓમાં ઉભી થવા પામી છે.

દર્દીઓ ભાવનગરપહોંચે તે પૂર્વે મરણને શરણ
મહુવા શહેર અને તાલુકાના દર્દીઓ માટે માત્ર 6 વેન્ટીલેટરની વ્યવસ્થા હોય વેન્ટીલેટરની જરૂરીયાત વાળા દર્દીઓના સગા સબંધીઓ વેન્ટીલેટર બેડ મેળવવા ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં વેન્ટીલેટર બેડ માટે 100 કી.મી. દુર ખખડધજ રસ્તે ભાવનગર જવુ પડે છે. અને કેટલાક કિસ્સામાં દર્દી ભાવનગર પહોચે તે પહેલા જ મૃત્યુને શરણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...