મહુવા તાલુકાના પાસે આવેલ બગદાણા ગામમાં નકલી પત્રકાર બનીને ઘણા સમયથી રોફ જમાવતા ઈસમની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ ઈસમ બગદાણા પાસે આવેલું કર્મદિયા ગામનો વતની છે. તેનું નામ ઉમેશસિંહ ગોહિલ છે. આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓમાં પત્રકાર હોવાનું કહીને વાત કરતો હતો. તે અલગ અલગ કર્મચારીઓ સામે લાલ આંખ કરતો પરંતુ થોડા સમય પહેલા જ પોતાના જ ગામના એક તબીબે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
મહિલા તબીબની ફરિયાદ એવા પ્રકારની હતી કે પોતે કર્મદિયા ગામમાં પોતાનું દવાખાનું ચલાવી રહી છે ત્યારે આ ઈસમ પત્રકાર તરીકે મહિલાને હેરાન પરેશાન કરતો હતો. પૈસાની માગણી પણ કરતો હતો. તેણે મહિલા તબીબ પાસે અશ્લીલ માગણીઓ પણ કરી હતી. જેને લઈને બગદાણા પોલીસ સ્ટેશનમાં બોગસ પત્રકાર ઉમેશસિંહ ગોહિલ સામે મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદના આધારે બગદાણાના પીએસઆઈએ સ્ટાફ સ્ટાફ સાથે બોગસ પત્રકારની શોધખોળ ચાલુ કરી હતી. પાંચ દિવસ બાદ બોગસ પત્રકારને ઝડપી પાડ્યો હતો. ગુનો નોંધાયા બાદ શખ્સ જેસર પંથકના અહીંયા વેજના ડુંગરોમાં ભટકતો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.