મહુવાના નૈપ ગામે દારૂના વેપાર સામે અને ગામના દરીયાની રેતીનું થઇ રહેલ ખનન પ્રવતિ સામે પગલા ભરવા પોલીસમાં અવાર-નવાર ગ્રામપંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતા પોલીસ દ્વારા કોઇ પગલા નહીં લેવાતા ગ્રામપંચાયતએ હવે ગાંધી ચીંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
મહુવા તાલુકાના નૈપ ગામે છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો વેપાર ચાલતો હોય જેના ફરીયાદ નૈપ ગ્રામ પંચાયત દ્વારા દારૂ વેચનારના નામ અને જગ્યા સાથે મહુવા પોલીસમાં કરેલ છે. તથા નૈપ ગામના દરીયામાંથી રેતીનું પણ ખનન કરતા હોય જેના પુરાવા ગામના સીસીટીવી કેમેરામાં આવેલ હોય તો આવા ઈસમો સામે પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામેલ છે.
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પણ પોલીસમાં અરજ કરેલ હોય જેની આજદિન સુધી કોઇ કાર્યવાહી ન કરતા તુરંત પગલા ભરવા માંગ કરેલ છે. જો આગામી દિવસોમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગ્રામ પંચાયતના સદસ્યો તથા ગ્રામજનો સાથે પોલસી સ્ટેશન સામે ગાંધીચીંદ્યા માર્ગે આંદોલન કરશે અન તેની સંપૂર્ણ જવાબદાર પોલીસની રહેશે તેમ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એક લેખીત યાદીમાં જણાવાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.