આગામી ઉનાળામાં પાણીની પરિસ્થિતિ વિકટ બને તે પહેલા મહુવા નગરપાલિકા દ્વારા પાણીની પળોજણમાંથી બચવા મહુવા માટે પાણીનો બીજો સ્ત્રોત ઉભો કરવાની અત્યંત જરૂર છે. મહીપરીએજ યોજના દ્વારા મળતુ પાણી આગામી દિવસોમાં પૂરતા પ્રમણમાં પાણી મળશે કે કેમ? મહુવા નગરપાલિકાની જુની માલણ ડેમ આધારીત પા.પૂ.યોજના નં.1 પુન:જીવીત કરવા માટે પાથરેલા પાઇપ પૈકી કેટલાક કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક સડી ગયા છે.
આથી સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ મળે અને આ યોજના પુન: જીવીત કરવામાં આવે તો પણ નગરપાલિકાએ અગાઉ 2005માં માલણના પાણીની જરૂર નથી તેમ કહેલ. હવે જરૂર છે તેમ કહી માંગણી મુકવામાં આવે તો પણ નાણા ભરવાનો પ્રશ્ન ઉભો હોય સરકાર આ બીલ માફ કરી માલણ ડેમના નીચાણવાળા વિસ્તારમાં નગરપાલિકા બોર અને કુવા કરે અને પા.પૂ.યોજના નં.1નું નવીનીકરણ કરવામાં આવે તો જ મહુવાને પાણીની મુશ્કેલી ન પડે અન્યથા ઉનાળામાં 3 દિવસના બદલે અઠવાડીયે પાણી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.