મહુવા ચેમ્બર ઓફ કોમર્સે પી.જી.વી.સી.એલ. સર્કલ, ડિવીઝન અને મહુવા ટાઉન સબ ડિવીઝનને પત્ર લખી મહુવા ટાઉન સબ ડિવીઝનનુ હનુમંત ફીડરના વિભાજનની માંગ કરી 15મી ઓગષ્ટ પછી તાળાબંધી સહિત આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી જે અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા હનુમંત ફીડરના વિભાજનનું કાર્ય પૂર્ણ થતા હાલ તુરત આંદોલન મોકુફ રાખેલ છે.
મહુવા પી.જી.વી.સી.એલ.ના એજ્યુકેટીવ એન્જીનિયર ડામોર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બચુભાઇ પટેલ, પંકજભાઇ રૂપારેલ, મહેશભાઇ દવે,સંજયભાઇ દોશી વગેરે આગેવાનોની આજે મિટીંગ યોજાઇ જેમાં આશરે 13 કિ.મી. લાંબા હનુમંત ફીડરના વિભાજનની માહિતી આપવામાં આવતા ચેમ્બરે આંદોલન મોકુફ રાખેલ છે પરંતુ ટોકરીયા મહાદેવ પાસે નવુ 66 કે.વી. સબ સ્ટેશન બનાવવા જગ્યા બાબતનો પ્રશ્ન જેટકોનો હોય મંગળવાર બાદ જેટકો કચેરીએ આ પ્રશ્નની રજુઆત કરવાનુ નક્કી કરેલ તેમજ મહુવા ચેમ્બર ઓફ કોમર્સે મહુવા ટાઉન સબ ડિવિઝનને ટાઉન 1-2માં વિભાજન,બીજુ ફોલ્ટ સેન્ટર વગેરે મહુવા પી.જી.વી.સી.એલ.ના પ્રશ્નો રજુ કરેલ. જે પ્રશ્નો હલ કરવા એજ્યુકેટીવ એન્જીનિયર ડામોરે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.