ટ્રાફિક જામ સર્જાયો:મહુવાથી રાજકોટના નેશનલ હાઈવે પર કામ ચાલતુ હોવાથી વાહનચાલકો અટવાયા; કલાકો સુધી લાંબી કતારો લાગી

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા દ્વારકા તેમજ મહુવાથી રાજકોટ જવા માટેનો જે નેશનલ રોડ આવેલો છે, ત્યાં કામ ચાલુ હોવાથી નેસવર ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. નેસવડ ચોકડીની આજુબાજુ નેશનલ હાઈવે રોડની કામગીરી હોવાના કારણે અનેક વાર ટ્રાફિકની સમસ્યા જેવી પરિસ્થિતિઓ સર્જાય છે પરંતુ અહીંયા કોઈ ટ્રાફિકને નિયંત્રણ કરવા માટેનો અમલવારી થતી નથી. જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

સવારના 10:00 વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી આ રોડ ધમધમતો રહે છે અને આ રોડ ઉપર સ્કૂલ તેમજ મોટા વાહન તેમજ બસોનો માટેનો મેન રોડ આવેલો છે. આ રોડ ઉપર ખરેખર ટ્રાફિક સમસ્યાનું કારણ બની રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંયા નેશનલ હાઈવે રોડ નંબર આઠની કામગીરી હોવાથી ઘરનાળું બનાવવામાં આવેલ છે. ચારેબાજુ વાહન વ્યવહાર ખોરવાઈ છે અને ભયંકર ટ્રાફિક થાય છે . આજુ બાજુ માં નાના મોટા વેપાર ધંધા કરતા વેપારી ને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવે છે. આખરે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તે જાણવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...