મૃતકોના પરિવારજનોને સહાય:યમનોત્રી નજીક બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને મોરારિબાપુની સહાય

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

મધ્યપ્રદેશના યાત્રિકોની બસને અકસ્માત થતા જેમાં યમનોત્રી પાસે 25 જેટલા યાત્રિકોના મોત નિપજયા હતા.મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી મૃતકોના પરિવારને સહાય કરી છે. યમુનોત્રી પાસે થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ.1 લાખ 25 હજારની સહાય મોકલવામાં આવશે. ગઈકાલે મધ્યપ્રદેશના પન્ના જિલ્લા ખાતેથી એક યાત્રિક બસ દ્વારા શ્રદ્ધાળુઓ યમનોત્રીજીના દર્શન માટે જઈ રહ્યા હતાં.

આ બસમાં 40 યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા અને બસ યમુનોત્રી નજીક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 25 યાત્રાળુઓએ પોતાના પ્રાણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. પૂ.મોરારીબાપુએ આ યાત્રિકોના મૃત્યુ માટે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂ.5000 ની સહાય મોકલવા જણાવેલ છે.

મધ્યપ્રદેશ અને યમનોત્રીથી મરણ પામનાર લોકોની વિગતો આવ્યા બાદ કુલ રૂ.1 લાખ 25 હજારની સહાય મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આપવામાં આવશે. પૂ.બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...