ખેડૂતોમાં ખુશીનો માહોલ:મહુવામાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જમ્યો છે. ત્યારે મહુવામાં પણ આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા અને ભડાકા સાથે શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યો હતાં તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટના સામે આવી હતી.

છેલ્લા ચારથી પાંચ દિવસથી અસંખ્ય બફારા અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વરસાદી માહોલ બંધાતા અને વરસાદી પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદના કારણે ધરતી પુત્રોને આનંદની લાગણી છવાઈ હતી. ખેતરમાં વાવેલા પાકને એક સારા વરસાદની જરૂર હતી જે પુરી થતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...