રખડતા પશુંઓનો આંતક:મહુવાના જાહેર માર્ગ ગોવશાળા સમાન બન્યા, જ્યાં જુવો ત્યાં મુંગા ઢોરનો જમાવડો

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના જાહેર માર્ગો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે. પરંતુ રોડ રસ્તાની માવજત કરવા બાબત સવાલ ઉઠ્યો છે કે આ માર્ગ પબ્લિક માટે બનાવવામાં આવ્યો કે પશુંઓ માટે? આ રસ્તો ગોવશાળા સમાન રસ્તો બની ચૂક્યો છે. જ્યાં જુવો ત્યાં ગાયો અને આખલાઓ રોડ પર ડંગો જમાવીને બેઠા હોય છે.

નગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વહીવટ કરતા વહીવટ દારો પણ આ નજારો જોતા-જોતા રસ્તો પાર કરતા હોય છે. આમાં કોણ કોને કહે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી પરસ્થિતિ શહેરની હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસન આમાં ધ્યાન આપે અને નાના મોટા અકસ્માતથી પ્રજાને બચાવે તે વધારે જરુરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...