પહેલા તો હોસ્પિ.ને 'ઓપરેશન'ની જરુર:મહુવાની એકમાત્ર જનરલ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત; દર્દીઓના જીવ જોખમમાં

મહુવા (ભાવનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા શહેરમાં આવેલી એક માત્ર જનરલ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે. તેને સિવિલ હોસ્પિટલનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. હોસ્પિટલની આવી સ્થિતિ જોઈને દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. ત્યારે લોકોની માગ ઉઠી છે કે આ હોસ્પિટલનું ઝડપથી રિનોવેશન કરવવામાં આવે.

હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે
વર્ષોથી આ હોસ્પિટલને મહુવા નગરપાલિકા સંચાલિત ચલાવવામાં આવી હતી. પરંતુ એકા-એક આ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો. 150મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીના દિવસે હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપેલો હતો. દરજ્જો મળતાની સાથે જ મોવા શહેરમાં એક આનંદ છવાયો હતો. શ્રી સ્વામી વિવેકાનંદ 150મી જયંતી નિમિત્તે નો કાર્યક્રમ ભાવનગર શહેરમાં રાખવામાં આવ્યો હતો. આ શહેરમાં જાહેર સ્ટેજ ઉપરથી મહુવાની સિવિલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવા માટે નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી.

રિનોવેશન કરાવવાની માગ ઉઠી
હોસ્પિટલ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. લોકોની માગ ઉઠી છે કે વહેલીતકે આ હોસ્પિટલમાં રિનોવેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...