તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતાધિકારનો ઉપયોગ:મહુવા તા. પં.ની 34 અને જિ.પંની 8 બેઠકોની ચૂંટણીમાં 253 બુથ રહેશે

મહુવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને ચૂંટણીમાં 253 બુથ ઉભા કરીને 235172 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

સમગ્ર ગુજરાતમાં આ માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે તેમાં આગામી તા.28.2.21ના રોજ યોજાનાર મહુવા તાલુકા પંચાયતની 34 અને જીલ્લા પંચાયતની 8 બેઠકોની ચુંટણીમાં 253 બુથ ઉપર મતદાનનું આયોજન કરાયું છે.આગામી તા.8 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાનુ શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13.2.21 રહેશે. ચકાસણી તા.15/2 અને ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તા.16/2 રહેશે. અને તા.28/2ના રોજ મતદાન સવારે 7 થી સાંજના 6 કલાક સુધી થશે. જરૂર પડે તો પૂર્ણ મતદાન તા.1/3 અને મત ગણતરી તા.2/3ના રોજ થશે.

ગઇ 2015ની ચુંટણીમાં કુલ 34 બેઠકમાંથી 17 બેઠક ભાજપે જીતી અને 12 જીતેલા ઉમેદવારોને ભા.જ.પ.માં સમાવી કુલ 29 બેઠક ઉપર કબજો જમાવેલ અને 5 બેઠક કોંગ્રેસે અંકે કરેલ અને ભાજપે શાસન સંભાળેલ. આગામી ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ચુંટણી લડશે.

તાલુકા પંચાયતની 34 બેઠક પૈકી 18 બેઠકની ચુંટણીની જવાબદારી અને જિલ્લા પંચાયતની 4 બેઠકની જવાબદારી તાલુકા પંચાયત કચેરીએથી નિભાવવામાં આવશે. 16 બેઠકની ચુંટણીની જવાબદારી અને જિલ્લા પંચાયતની 4 બેઠકની મામલતદાર કચેરી એમ 2 આરઓ સંભાળશે. અને જીલ્લા પંચાયતની ચુંટણી પ્રાંત અધિકારી કચેરી સંભાળશે.તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં 253 બુથ ઉપર પુરૂષ મતદાર 121227 અને સ્ત્રી મતદાર 113943 અને બે મળી કુલ 235172 મતદારો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો