જ્ઞાતિની વાડીને તાત્કાલીક સીલ મારવા હુકમ:મહુવા નગરપાલીકાએ જ્ઞાતિની વાડીઓને સીલ મારવા કામગીરી શરૂ કરતા ફફડાટ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદતો આપવા છતાં જ્ઞાતિઓની વાડીમાં ફાયરની સુવિધા ન કરાઇ

જે તે જ્ઞાતિઓએ તેમની વાડીમાં ફાયરની સુવિધા કરેલ ન હોય ગુજરાત હાઈકોર્ટે ફાયરની સગવડ ન હોય તેવી તમામ જ્ઞાતિની વાડીને તાત્કાલીક સીલ મારવા મહુવા નગરપાલીકાને હુકમ કરતાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં આગના અવાર નવાર બનતા અકસ્માતોના કારણે ગુજરાત હાઈકોર્ટેમાં ચાલતી એક મેટરમાં મહુવા નગરપાલીકાના જે તે અધિકારીની અણસમજના કારણે દરેક સમાજની જ્ઞાતિની વાડીને જ્ઞાતિની વાડી લખવાને બદલે એસેમ્બલી હોલ તરીકે દર્શાવતા સરકારના નિયમ મુજબ એસેમ્બલી હોલમાં ફરજીયાત ફાયરની સગવડતા કરવી જરૂરી હોય આ ફાયરની સુવિધા તાત્કાલીક કરવા સંબંધે સરકાર દ્વારા જણાવવામાં આવેલ અને તે સંબંધે મુદત માંગેલ જે મુદતો આપવા છતાં જે તે જ્ઞાતિઓએ તેમની વાડીમાં ફાયરની સુવિધા કરેલ ન હોય ગુજરાત હાઈકોર્ટે ફાયરની સગવડ ન હોય તેવી તમામ જ્ઞાતિની વાડીને તાત્કાલીક સીલ મારવા મહુવા નગરપાલીકાને હુકમ કરતાં નગરપાલીકાના અધિકારીઓ જ્ઞાતિની વાડીઓને સીલ મારવા જુદી જુદી 6 ટીમો બનાવી કામગીરી શરૂ કરતાં મહુવાની તમામ જ્ઞાતિના ટ્રસ્ટીઓ સંચાલકો ભારે મુંજવણમાં મુકાયા છે, આમ નગરપાલીકાના અધિકારીની બેદરકારી અને અજ્ઞાનતાના અને ખોટી માહીતી આપવાના કારણે આ ઘટના બનેલ છે તેવુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...