પાન મસાલાના વેપારીને ત્યાં રેડ:મહુવામાં ચૂંટણીના ઓબ્ઝર્વર અધિકારી અને આઇ.ટી. ટીમ દ્વારા વેપારીને ત્યાં સર્ચ ઓપરેશન

મહુવા (ભાવનગર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મહુવામાં ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે આવેલા અધિકારીએ અને આઇટી વિભાગની ટીમ દ્વારા મહુવાના એક વેપારીને ત્યાં રહેણાંકીય વિસ્તારમાં બે નંબરી નાણાંની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ચોપરેશન ગઈ સમી શાંતિ રાત્રીના મોડી સાંજ સુધી ચાલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાન મસાલાના વેપારી જેઓ મહુવાના ફાતેમા સોસાયટીમાં રહે છે. ફાતેમા સોસાયટીની અંદર એકીસાથે મહુવા પોલીસની મદદથી અહીં રેડ પાડવામાં આવી હતી. આ રેડની અંદર ઘણી બધી બે નંબરની મિલકત હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસને સાથે રાખીને રેડ કરી
મહુવાના એસટી બસ સ્ટેન્ડની સામે આવેલી ફાતેમા સોસાયટીમાં પાન મસાલાના વેપારીને ત્યાં કરોડો રૂપિયાની બે નંબરની મિલકત હોવાની વિગત તેમજ ગુપ્ત માહિતી અનુસાર ચૂંટણી ઓબ્ઝર્વર અને આઈ.ટી.ની ટીમે મહુવા પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. સરકારી અધિકારીના નિયમ મુજબ હાલ કોઈ ચોક્કસ રકમની બાતમી મીડિયા કર્મીઓને પણ આપવામાં આવી નથી. ત્યાંના સ્થાનિક રહીશો પાસેથી તર્કની વાતો જાણવા મળી રહી છે. મોટો પોલીસ કાફલો તેમજ અધિકારીઓને ગાડી જોઈને સોસાયટીના માણસો ભેગા થયા હતાં અને તર્ક-વિતર્કની વાતો કરતા હતાં. આખરે હવે સર્ચ ઓપરેશન અધિકારી સામે આવી અને મીડિયાને આપે ત્યારે ખબર પડે કે સાચી વાત શું છે? અને કેટલાનું કાળું ધન પકડાયું? તેની વિગત બહાર આવે આ રેડ દરમિયાન મહુવાના નાના-મોટા વેપારીઓ તર્ક-વિતર્કની અવનવી વાતો કરતા હતાં.

અન્ય સમાચારો પણ છે...