નાણા અને સમયનો બચાવ:મહુવા-ભાવ.મિની-ઇન્ટરસીટી બસની મહુવાના સોસાયટી વિસ્તારના લોકો ઝંખી રહ્યા છે સુવિધા

મહુવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટી વિસ્તારના મુસાફરોને એસ.ટી સ્ટેન્ડ પહોંચવામાં ટિકીટ જેટલો થતો ખર્ચ
  • ​​​​​ અગાઉ સોસા. વિસ્તારમાંથી શરૂ કરાઇ હતી જે રોડના પ્રશ્નના કારણે બંધ કરાઇ હતી

સતત નફો કરતા મહુવા એસ.ટી. ડેપોનો નફો વધારવા અને મહુવાના લોકોને રીક્ષા ભાડામાં ભાવનગર પહોચાડવા મીની બસ મહુવા શહેરના મુખ્યમાર્ગો ઉપરથી સોસાયટી વિસ્તારમાંથી પસાર કરી બાયપાસ રોડ ઉપરથી હાઇવે થઇ ભાવનગર તરફ અને તેજ રીતે પરત ફરે તે રીતે શરૂ કરવા મહુવાના લોકોમાં માંગ ઉભી થવા પામી છે. આ રૂટ ઉપર અગાઉ બસ શરૂ કરેલ. પરંતુ સોસાયટીના રોડ-ગટરના કામોના કારણે રોડ બંધ હોવાના બહાના તળે આ સેવા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ હતી હવે રોડ ગટરના કામ પૂર્ણ થઇ ચુકયા છે.

આથી આ સેવા પુન: શરૂ કરવા મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે. મહુવા શહેર અને તાલુકાના મુસાફરો માટે મહુવા - ભાવનગર -મહુવા રૂટ ઉપર દર અડધી કલાકે સામ સામી મીનીબસ અને સવાર-સાંજ બબ્બે નોનસ્ટોપ બસ સેવા શરૂ કરી આ રૂટના મુસાફરોને પ્રાઇવેટ ઓપરેટરના ચુંગાલમાંથી વહેલીતકે મુકત કરે તેવી માંગ પ્રબળ બની છે. લોકોના સારા પ્રતિસાદ વચ્ચે મીની બસના બન્ને તરફી તમામ રૂટ ચિક્કાર જાય છે.

રીક્ષા ભાડામાં પહોંચી શકાય ભાવનગર
મીની બસ અને નોન સ્ટોપ ઇન્ટરસીટી બસ એસ.ટી. સ્ટેન્ડથી ગાંધીજીના બાવલા, ગાંધીબાગ, પારેખ કોલેજ ચોક, સ્વામી નારાયણ ચોક, હનુમંત હોસ્પિટલ સામે થઇને બાયપાસ રોડ ઉપરથી ચાલે અને પરત તે જ રૂટ ઉપર એસ.ટી. સ્ટેન્ડ પહોંચે તેવી સવારના સમયે ત્રણ બસ અને બપોરે અને સાંજે બે-બે મીની બસ અને નોન સ્ટોપ ભાવનગર બસ ચલાવવામાં આવે.મહુવા-ભાવનગર એસ.ટી.ની મીનીબસનું ભાડું રૂ.54 છે અને મુસાફરોને આ સોસાયટી વિસ્તારમાંથી એસ.ટી. સ્ટેન્ડે આવવાના રીક્ષાભાડા રૂ.40 થી 50 ચુકવવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...